પુત્રએ સેનાની વર્દી પહેરી શહીદ કર્નલ પિતાને વિદાય આપી

શહીદ કર્નલ મનપ્રિતને અંતિમ વિદાય -અનંતનાગમાં એન્કાઉન્ટરમાં કર્નલ શહીદ થયા હતા
(એજન્સી)મોહાલી, જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ વિસ્તારમાં આતંકવાદી સામે ચાલી રહેલા એનકાઉન્ટરમાં શહીદ કર્નલ મનપ્રીતને તેમના વતન મોહાલીમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી.
આ અતિમ વિદાય સમયે શહીદ કર્નલ મનપ્રીતના ઘરે હજારોની સંખ્યામાં ભીડ જાેવા મળી હતી, જે કર્નલના શહીદ થવા પર ખુબ જ દુઃખમાં જાેવા મળી હતી. આ દરમિયાન જે તસવીરે લોકોને ખુબ જ ભાવુક કર્યા હતા, તે કર્નલ મનપ્રીતના માસૂમ પુત્રની હતી. તેના દિકરાએ સેનાની વર્દી પહેરીને પિતાને સેલ્યુટ કરીને અંતિમ વિદાય આપી હતી.
#WATCH | Son of Col. Manpreet Singh salutes before the mortal remains of his father who laid down his life in the service of the nation during an anti-terror operation in J&K’s Anantnag on 13th September
The last rites of Col. Manpreet Singh will take place in Mullanpur… pic.twitter.com/LpPOJCggI2
— ANI (@ANI) September 15, 2023
આ ઉપરાંત શહીદ કર્નલ મનપ્રીતની દિકરી પણ પિતાને સેલ્યુટ કરતા દેખાઈ હતી. કર્નલના બંને બાળકોની આ તસવીર જાેઈને સૌ કોઈ ભાવુક થયા હતા. આ ઉપરાંત કર્નલની પત્ની જગમીત કૌરે પણ ભીની આંખે અંતિમ વિદાય આપી હતી.
તેમની પત્નીએ જણાવ્યુ હતું કે
કર્નલ મનપ્રીત ત્રણ મહિના પહેલા જ રજા પર ઘરે આવ્યા હતા અને પરિવાર સાથે સમય વિતાવ્યો હતો. હાલ તેમનો સમગ્ર પરિવાર તે રજા સમયે તેમની સાથે વિતાવેલો પળ યાદ કરી રહ્યા છે. તેમની પત્નીએ વધુમાં કહ્યું હતું કે દર બે દિવસે અમારી વાત ફોન પર થતી હતી પરંતુ બુધવારે જ્યારે તેમને કોલ કર્યો તો કહ્યું
કે પછી વાત કરશું હાલ હું એક ઓપરેશન પર જઈ રહ્યો છું. આ સિવાય તેમના પિતાએ કહ્યું હતું કે કર્નલ મનપ્રીતના બાળકો માટે આ સમજવું મુશ્કેલ છે કે તેમના પિતા હવે રહ્યા નથી અને આ બલિદાન કેટલું મોટું છે.