દુબઈમાં દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું દેવગઢ બારીયા રમત ગમત સંકુલના રમતવીરોએ
(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) દેવગઢ બારીયા રમત રમત સંકુલ ના બે ખેલાડીઓ એ ૨૧મી જુનિયર એશિયન ેં૨૦ એથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ-૨૦૨૪ દુબઈ ખાતે ભાગ લેતા એક ખેલાડી એ ગોલ્ડ મેડલ તેમજ એક ખેલાડી સાતમા ક્રમે આવતાં દેશનું નામ રોશન કરી પરત આવતા તેમનું ભવ્ય સ્વાગત કરી શુભેચ્છા પાઠવી.
પ્રાપ્ત માહિતી મુજબ સ્પોટ્ર્સ ઓથીરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્રારા સંચાલિત શ્રી જયદીપસિંહજી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દેવગઢ બારીયા ના બે એથ્લેટિક્સ ખેલાડીઓ (૧) રણવીર અજય સિંગ (૨) શિલ્પાબેન ધિહોરા જેઓ નુ ૨૧મી જુનિયર એશિયન U20 એથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ-૨૦૨૪ દુબઈ ખાતે તેમનું સિલેક્શન થતા બંને ખેલાડીઓ એ ૨૧મી જુનિયર એશિયન U20 માં ભાગ લીધો હતો
જેમાં રણવીર અજય સિંગનું એથ્લેટિક્સની ઇવેન્ટ ૩૦૦૦ મીટર સ્ટીપલ ચેઝ ૦૯ મિનિટ ૨૨ સેકન્ડ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અને આગામી વર્લ્ડ એથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ અને શેફ ગેમ્સ માટે કોલિફાઈ કરેલ છે. આ ખેલાડીની સ્પોટ્ર્સ ની શરૂઆત ૨૦૧૬ થી થયેલ હતી અને ૨૦૨૩-૨૪ માં એથ્લેટિક્સ એકેડમી દેવગઢ બારીયામાં હતું.
જયારે શિલ્પા ધિહોરા એ ૨૧મી જુનિયર એશિયન U20 એથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ -૨૦૨૪ દુબઈ ખાતે ૧૫૦૦ મીટર ઇવેન્ટ માં સાતમો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. અને આગામી શેફ ગેમ્સ માટે કોલિફાય કરેલ છે.
અને આ ખેલાડીની સ્પોટ્ર્સ ની શરૂઆત ૨૦૧૬ થી DLSS દેવગઢ બારીયા થી થયેલ હતી અને ૨૦૧૮ માં એથ્લેટિક્સ એકેડમી દેવગઢ બારીયામાં પસંદ થયેલ હતી. આ બંને ખેલાડીઓ દુબઈ થી પરત આવતા તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.