આમોદમાં ગરબામાં રંગત આવતા ખેલૈયાઓ મન મુકીને ગરબા રમ્યા
(પ્રતિનિધિ) ભરૂચ, આમોદ નગરમાં આવેલા વેરાઈ માતાના મંદિરે યુવક મંડળ દ્વારા નવરાત્રીનું સુંદર આયોજન કરવાં આવ્યું છે.જેમાં પહેલા નોરતાંથી ખેલૈયાઓ ગરબે રમી ઝૂમી ઉઠયા હતા.ત્યારે આજે પાંચમા નોરતે આમોદના તિલક મેદાન ખાતે આવેલા વેરાઈ માતા મંદિરના વિશાળ પટાંગણમાં ડી.જેના તાલ સાથે પ્રાચીન અને અર્વાચીન ગરબા ઉપર યુવાનો, યુવતીઓ બહેનો મન મૂકીને ગરબા કરી રહ્યા છે.
તેમજ વેરાઈ માતાજીની આરતીમાં પણ લોકો મોટી સંખ્યામાં હાજર રહી ધન્યતા અનુભવે છે.આમોદના વેરાઈ માતા મંદિર દ્વારા ખેલૈયાઓ માટે નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોડી રાત સુધી લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે.તેમજ ખુલ્લા મેદાનનને કારણે ખેલૈયાઓમાં નવરાત્રીનો અદમ્ય ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.