500 કરોડ રૂપિયા ખર્ચ કરશે શ્રીલંકામાં પોર્ટ ડેવલપમેન્ટ પર ભારત સરકાર

(એજન્સી)નવી દિલ્હી, ભારત શ્રીલંકામાં સ્થિત પોર્ટના વિકાસ માટે ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહ્યું છે. શ્રીલંકાની કેબિનેટે આ સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કંકેસન્થુરાઈ બંદર શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતમાં આવેલું છે.હાલના સમયમાં આ બંદરને સમારકામની જરૂર છે.
ભારતે તેના પુનઃવિકાસ સંબંધિત તમામ ખર્ચો ઉઠાવવાની તૈયારી દર્શાવી હતી. શ્રીલંકાના કેબિનેટમાં આ અંગે ચર્ચા થઈ હતી. આ દરમિયાન શ્રીલંકાની સંસદે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
શ્રીલંકાની કેબિનેટ તરફથી જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રોજેક્ટના મહત્વને ધ્યાનમાં રાખીને ભારત સરકાર પ્રોજેક્ટની સમગ્ર અંદાજિત કિંમત ઉઠાવવા માટે સંમત થઈ છે. આ વર્ષે માર્ચમાં કરાયેલા એસેસમેન્ટ મુજબ આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂ. ૫૧૩ કરોડનો ખર્ચ થવાનો છે.તમને જણાવી દઈએ કે ખર્ચ સંબંધિત કેટલીક અસંગતતાને કારણે આ પ્રોજેક્ટ શરૂ થવામાં વિલંબ થયો હતો.
The Sri Lankan Cabinet has decided to renovate Kankesanthurai Port in the Northern Province with India agreeing to meet the entire cost of the project, a statement said.
કેબિનેટે ૨ મે, ૨૦૧૭ના રોજ આ પ્રોજેક્ટને ઔપચારિક રીતે મંજૂરી આપી હતી. ત્યારબાદ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સેવાઓની ઓફરને ૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ મંજૂર કરવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે કંકેસથુરાઈ બંદર એક સમયે શ્રીલંકાનું વ્યસ્ત બંદર હતું.
આ બંદર દ્વારા, જાફના દ્વીપકલ્પ શ્રીલંકાના અન્ય ભાગો સાથે જોડાયેલું હતું. પરંતુ શ્રીલંકામાં ગૃહયુદ્ધ દરમિયાન એલટીટીઈના આતંકવાદીઓએ આ બંદર પર હુમલો કરીને તેને નષ્ટ કરી નાખ્યું હતું. આ પછી, આ બંદર પરથી કોમર્શિયલ કામગીરી ઠપ થઈ ગઈ.