રામ લલ્લાના અભિષેક સમારોહ માટે સુરક્ષા વ્યવસ્થાની બ્લુ પ્રિન્ટ તૈયાર
SSFના 280 જવાનોનું જૂથ અયોધ્યા પહોંચ્યું-રામજન્મભૂમિ સંકુલમાં PM મોદી ઉપરાંત અન્ય વીવીઆઈપી અને લગભગ દસ હજાર લોકો પણ હાજર રહે તેવી શક્યતા
(એજન્સી)અયોધ્યા, અયોધ્યામાં રામજન્મભૂમિની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. ભગવાન રામના બની રહેલા મંદિરનું ઉદ્ઘાટન આગામી વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં થઈ શકે તેવી સંભાવના છે, ત્યારે તેની સુરક્ષા માટે એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.
રામ લલ્લાના અભિષેક સમારોહ માટે સુરક્ષા વ્યવસ્થાની બ્લુ પ્રિન્ટ લગભગ તૈયાર છે. સમારોહ માટે પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા છે. સમારોહ દરમિયાન રામજન્મભૂમિ સંકુલમાં પીએમમોદી ઉપરાંત અન્ય વીવીઆઈપીઅને લગભગ દસ હજાર લોકો પણ હાજર રહે તેવી શક્યતા છે.
આ સંદર્ભે, એસએસએફએટલે કે સ્પેશીયલ સુરક્ષા દળના ૮૦ જવાનોનું એક જૂથ ગઈકાલે રાતે અયોધ્યા પહોંચી ગયું છે. અભિષેક સમારોહ પહેલા એસએસએફની આઠ કંપનીઓ રામજન્મભૂમિની સુરક્ષાની જવાબદારી સંભાળશે. હાલમાં રામજન્મભૂમિની સુરક્ષા સીઆરપીએફઅને પીએસીને સોંપવામાં આવી છે.
આ મહિનાથી જ મંદિરની આ સુરક્ષાની કમાન હવે એસએસએફના જવાનના હાથે સોંપાશે. આ પહેલા એસએસએફના જવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે. ૮૦ જવાનોના જૂથને ૧૨ થી ૧૬ સપ્ટેમ્બર સુધી ટ્રેનીંગ આપવામાં આવશે. આ પછી, જવાનોનું બીજું જૂથ અહીં પહોંચશે અને ટ્રેનીગ બાદ પોતાનો ચાર્જ સંભાળશે.