કામ ન કરતા અધિકારીઓને તગેડી મૂકશે રાજ્ય સરકાર
ગાંધીનગર, સરકારી ઓફિસોમાં બાબુઓ કામ નથી તેવી ફરિયાદો આજકાલની નથી, જૂની છે. લોકોના કામની ફાઈલો વધતી જાય છે, છતાં સરકારી અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. આવામાં હવે સરકાર આવા સરકારી બાબુઓ પર લગામ લગાવવાનું વિચારી રહી છે.
ગુજરાતના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા ક્લાસ-૧ અને ક્લાસ-૨ ના ૫૫ વર્ષથી ઉપરના નિષ્ક્રીય અધિકારીઓની હકાલપટ્ટી કરાશે. તેઓને જલ્દી જ નોકરીમાઁથી કાઢી મૂકવાનો તખ્તો તૈયાર કરઆશે.
આ માટે સામાન્ય વિભાગ દ્વારા ૨૯ સપ્ટેમ્બરના રોજ સૂચના જાહેર કરવામાં આવી છે. આ સૂચના બહાર આવતા જ સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. સરકારે નક્કી કર્યું છેકે, ૫૦ થી ૫૫ વર્ષની વયે આવા અધિકારીઓને સેવા નિવૃત્ત કરવાની સત્તા મળી છે. તેથી અગાઉની સૂચના રદ કરીને હવે તેમાં નવા માપદંડ ઉમેરાયા છે.
સરકારી કર્મચારીઓને ૫૦-૫૫ વર્ષની ઉંમરે નિવૃત્ત કરી શકાશે, યોગ્ય કામગીરી ન જણાય તો સરકારી કર્મચારીને નિવૃત્ત કરી શકાશે તેવી સત્તા સરકાર પાસે છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં કર્મચારીની સેવાઓની સમીક્ષાના આધારે સરકાર પાસે ર્નિણય લેવાની સત્તા છે.
આ સમીક્ષા સમયે કર્મચારીની સમગ્ર અને કામગીરીના રેકોર્ડને ધ્યાનમાં લેવાશે. સાથે જ જાે સરકારીની કામગીરી શંકાસ્પદ હશે તો તેને સરકાર સામેથી જ નિવૃત્ત કરી શકશે. સાથે જ જાે કર્મચારી સરકારી ઓફિસ માટે બિનઅસરકાર જણાશે તેને પણ નિવૃત્તિ આપી દેવાશે. તેમાં એક જાેગવાઈ એવી છે કે, સામાન્ય રીતે બિનઅસરકારકતાના આધારે નિવૃત્ત કરી શકાય તેવુ નથી. તેથી આવા કેસમાં એક વર્ષના સમયગાળામાં વિચારણા કર્યા બાદ જ નિવૃત્તિ આપવામાં આવશે.
સરકારના આ ર્નિણયથી સરકારી કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. તેથી સરકારી કર્મચારીઓને પોતાની યોગ્યતા દાખવવી પડશે, નહિ તો સરકાર ગમે ત્યારે હાંકી કાઢશે. પોતાનુ પદ અને નોકરી ચાલુ રાખવી હોય તો કામ કરવુ પડશે. સરકારી કર્મચારીઓની ત્રિમાસિક કવાયત ક્યારેય કરવી તે પણ નક્કી કરાયું છે.
આ માટે એક રજિસ્ટર તૈયાર કરીને જે તે વિભાગ કે સંવર્ગના વરિષ્ઠ અધિકારી દ્વારા તેની શિડ્યુલ મુજબ કર્મચારીઓની નિવૃત્તિ કે પ્રિમેચ્યોર નિવૃત્તિની તપાસ અને સમીક્ષા કરાશે.SS1MS