કચ્છના અંતિમ રાજાની મૂર્તિ ભવ્ય પ્રાગમહલમાં મૂકાઈ
કચ્છ, કચ્છના અંતિમ રાજા મહારાવ પ્રાગમલજી ત્રીજાની તિથિ મુજબની આજે જન્મ જયંતિ છે, ત્યારે દરબારગઢ ખાતે આવેલા પ્રાગમહલના આંગણામાં રાજાની ૮ ફૂટ ઊંચી અને ૪૫૦ કિલોની કાંસ્યની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બનાવવા માટે જે સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે સામગ્રીથી આ મૂર્તિ બનાવવામાં આવી છે, જે ૫૦૦ વર્ષ સુધી અડીખમ રહેશે.
ભુજના દરબારગઢ ખાતે આવેલ ૫ સદી પુરાણા પ્રાગ મહલ ખાતે કચ્છના અંતિમ રાજા પ્રાગમલજી ત્રીજાની જન્મજયંતિ નિમિતે તેમની મૂર્તિનું મહારાણી પ્રિતિદેવિના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ૫૦૦ વર્ષ જૂના રાણીવાસનું જે પુનઃસ્થાપન કરવામાં આવી રહ્યું છે, તેના પ્રથમ ચરણને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પ્રાગ મહલના પટાંગણમાં લાખોના ખર્ચે રાજાની ૮ ફૂટ ઊંચી, ૩.૫ ફૂટ પહોળી અને ૨ ફૂટ લંબાઈની મૂર્તિ છ આજે સ્થાપિત કરવામાં આવી છે.
મહારાવ પ્રાગમલજી ત્રીજાની આ કાંસ્યની મૂર્તિ મૂળ કચ્છના અને હાલ વડોદરા ખાતે શિલ્પકાર તરીકે પોતાની કલાકારી કરતા રુદ્ર ઠાકર દ્વારા બનાવવામાં આવી છે. આ મૂર્તિ અંગે માહિતી આપતા શિલ્પકારે જણાવ્યું હતું કે, આ મૂર્તિની ખાસિયતની વાત કરવામાં આવે તો આ મૂર્તિની વજન ૪૫૦ કિલો જેટલું છે અને ખાસ કરીને તેનું આયુષ્ય છે, તે ૫૦૦ વર્ષ જેટલું છે. જેમ આ મૂર્તિને ખુલ્લામાં મૂકવામાં આવશે તેમ તેની શોભા વધશે અને આયુષ્ય વધશે.
આ મૂર્તિને બનાવતા ૩ મહિના જેટલો સમય લાગ્યો હતો. તો આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીમાં વપરાયેલ મટીરીયલમાંથી બનાવવામાં આવ્યું છે. જેને કોઈ પણ વાતાવરણમાં નુકસાની નહીં થાય. આ અગાઉ પણ શિલ્પકાર રુદ્ર દ્વારા મહારાવના નિવાસ સ્થાને તેમની મૂર્તિ બનાવવામાં આવી હતી, તો ભુજના આશાપુરા મંદિરમાં પણ એક યંત્ર તેના દ્વારા બનાવવામાં આવ્યું છે.
રાજકુંવર ઇન્દ્રજિતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ નરસિંહ જયંતિ છે અને મહારાવ પ્રાગમલજી ત્રીજાનો આજે તિથિ મુજબ જન્મદિવસ હતો અને જન્મદિવસના દિવસે ૩ જી મેં ૨૦૨૧ના મહારાવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ૨૫ દિવસ તેઓ હોસ્પિટલમાં હતા.
પણ આપણે એમને તમામ પ્રયાસો ઉર્વા છતાંય અમર રાખી શક્યા ન હતા. ત્યારે મહારાણી સાહેબે ર્નિણય લીધો કે મહારાવે જે કામ કચ્છ માટે કર્યા છે તેના માટે એમની એક પ્રતિમા બધી જગ્યાએ હોવી જાેઈએ. તો સૌથી પહેલું પ્રતિમા રણજીત વિલાસમાં નરસિંહ જયંતિ ૨૦૨૨માં સ્થાપિત કરવામાં આવી તો આજે ૨૦૨૩ માં દરબારગઢ ચોકમાં તેનું અનાવરણ કરવામાં આવ્યું છે.
ઉપરાંત જન્માષ્ટમી ૨૦૨૩ના વિજયરાજ બાવાનો જન્મદિવસ છે ત્યારે માંડવીના વિજ્યરાજ પેલેસ ખાતે પ્રાગમલજી ત્રીજા અને વિજયરાજ બાવાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૧માં આવેલા ગોઝારા ભૂકંપમાં અનેક ઐતિહાસિક ઇમારતો જર્જરિત થઈ હતી. આવી જર્જરિત ઈમારતોને ફરીથી તેના મૂળ સ્થાપત્ય સુધી લઈ જવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ૫૦૦ વર્ષ જૂના દરબારગઢમાં રાણીવાસનું કોઈ પણ જાતના સિમેન્ટના ઉપયોગ કર્યા વગર પુનઃસ્થાપન કરવામાં આવી રહ્યું છે અને એનું પણ સમારકામ મહારાણી સાહેબના આશીર્વાદથી શરૂ કરવામાં આવ્યું છે. જેનું પ્રથમ ચરણ પૂર્ણ થતા તેને આજે ખુલ્લું મૂકવામાં આવ્યાં હતું.
પ્રાગમહલ દરબારગઢના કંઝર્વેશન આર્કિટેક શ્રીરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મહારાવ પ્રાગમલજી ત્રીજા અને મહારાણીનું સપનું હતું કે દરબારગઢનું પ્રાગમહલ અગાઉ જેવું હતું, તેવું ફરીથી સ્થાપિત કરવામાં આવે તો અગાઉ અહીં જેવું ગાર્ડન હતું તેવું ગાર્ડન અહીઁ ઉભુ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાણીવાસનું પુનઃ સ્થાપન કરવામાં આવી રહ્યું છે.
પહેલા જુના સમયમાં જે આર્કિટેકચર કન્સ્ટ્રક્શન ટેકનોલોજી હતી એ જ ટેકનોલોજી સમજી શીખીને પહેલા જે પત્થરો ઉપયોગમાં લેવાય હતા, તેના ઉપયોગથી જ પુનઃસ્થાપન કરી રહ્યા છીએ. બીજા ચરણમાં રિસ્ટોરેશનની પ્રક્રિયા મોટા આર્કિટેક રવીન્દ્ર વસાવડાના માર્ગદર્શનમાં કરવામાં આવશે.SS1MS