Western Times News

Gujarati News

સાવકા પિતાએ વિકૃતિની હદ વટાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

પ્રતિકાત્મક

સગીરાની માતાને જાણ થતાં તેણે તેના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા બોપલ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે

સાવકા પિતાએ પોર્ન વીડિયો બતાવીને સગીર પુત્રી સાથે શારીરિક શોષણ કર્યું

અમદાવાદ,અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનમાં સાવકા પિતાએ વિકૃતિની હદ વટાવી નાખી હોય તેવો કિસ્સો નોંધાયો છે. સાવકા પિતાએ છેલ્લા ઘણા વર્ષાેથી સગીર પુત્રીનું શારીરિક શોષણ કર્યું હતું. સગીરા ૮ વર્ષની હતી ત્યારથી સાવકા પિતાએ અવાર નવાર અડપલાં કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને બળાત્કાર ગુજાર્યાે હતો. આરોપીએ સગીરાને પોર્ન વીડિયો બતાવીને સંભોગનો પ્રયત્ન કર્યાે હતો. આરોપીએ સગીરાના નગ્ન વીડિયો તેની માતાને બતાવી દેવાની ધમકી આપીને શોષણ કર્યું હતું. આખરે, આ મામલે સગીરાની માતાને જાણ થતાં તેણે તેના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા બોપલ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

શેલામાં રહેતી ૪૦ વર્ષીય મહિલાએ વર્ષ ૨૦૧૩માં પહેલા પતિથી છૂટાછેડા લીધા હતા અને તેની પુત્રી સાથે રહેતી હતી. વર્ષ ૨૦૦૯માં તે એક કંપનીમાં કામ કરતી હતી ત્યાં તેનો હાલનો પતિ કામઅર્થે આવતો હોવાથી મુલાકાત થઇ હતી. દરમિયાનમાં તેને જાણવા મળ્યું હતું કે તેનો હાલનો પતિ તે સમયે તેની પત્ની સાથે છૂટાછેડા લેવાનો છે. જેથી બંને એકબીજા સાથે સંપર્કમાં હોવાથી પ્રેમ સંબંધ પાંગર્યાે હતો અને બન્નેએ ૨૦૧૬માં લગ્ન કર્યાં હતા.

લગ્ન બાદ તે તેની પુત્રીને લઇને સાથે રહેવા લાગી હતી. થોડા સમય પહેલા મહિલાએ એક-બે વખત પતિને મોડી રાત્રે સગીર પુત્રીના રૂમમાંથી બહાર નીકળતા તેને શંકાઓ ઉપજી હતી. મહિલાએ તેના પતિને આ બાબતે પૂછતા તેણે દેખરેખ રાખવા જાવું છું તેમ કહીને વાત ટાળી દીધી હતી. થોડા સમય પહેલા સગીરાના સ્વભાવમાં પરિવર્તન આવ્યું અને આખો દિવસ ગુસ્સો કરીને ખાવાનું પણ ખાતી નહોતી અને તોછડાઈથી વાત કરતી હતી. જેથી મહિલા પુત્રીને બહાર ફરવા લઇ ગઇ હતી અને વિશ્વાસમાં લઇને પૂછપરછ કરતા સગીરા પડી ભાગી હતી.

તેણે કબૂલાત કરી કે તેનો સાવકો પિતા વ્હાલ કરવાનું કહીને અડપલાં કરતો હતો. જ્યારે સગીરા ધો. ૬માં ભણતી હતી ત્યારે સાવકા પિતાએ પોર્ન વીડિયો બતાવીને અભદ્ર હરકત કરાવીને સંભોગ કરવાનો પ્રયત્ન કર્યાે હતો. જ્યારે સગીરા એકલી સુતી હોય ત્યારે ત્યાં જઇને જબરદસ્તીથી બળાત્કાર ગુજાર્યાે હતો. સગીરા વિરોધ કરે તો આરોપી લેપટોપમાં નગ્ન વીડિયો હોવાનું કહીને બ્લેકમેલ કરીને ધમકી આપતો હતો. ધુળેટી રમીને સગીરા ન્હાવા ગઇ ત્યારે પણ આરોપીએ જબરદસ્તી બાથરૂમનો દરવાજો ખોલાવીને બાથ ભરી ચુંબન કરીને અડપલાં કર્યાં હતા. આખરે, આ મામલે મહિલાએ પોલીસને જાણ કરતા બોપલ પોલીસે ગુનો નોંધી આરોપી સાવકા પિતાની ધરપકડ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.