Western Times News

Gujarati News

વાવાઝોડું ગુજરાતમાં અઢી-ત્રણ કલાક ટકરાતું રહેશે

અમદાવાદ, આજે સાંજે ખૂંખાર વાવાઝોડું ગુજરાતને ટકરાશે. ખૂંખાર વાવાઝોડાએ ગુજરાતની ચિંતા વધારી દીધી છે. વાવાઝોડું કચ્છના જખૌ કાંઠે સાંજે ૪થી ૮ વચ્ચે ટકરાશે. અત્યંત ગંભીર ચક્રવાત બનીને કાંઠા પર ટકરાશે. હાલ વાવાઝોડું જખૌથી માત્ર ૧૮૦ કિમી જ દૂર છે. દ્વારકાથી ૨૧૦ કિમી, નલિયાથી ૨૧૦ કિમી દૂર, પોરબંદરથી ૨૯૦ કિમી દૂર છે. આ વચ્ચે સૌથી મહત્વની વાત એવી સામે આવી છે કે, આ વખતે વાવાઝોડું બે થપાટ મારવાનું છે.

વાવાઝોડું જ્યારે ટકારશે ત્યાર બાદ તેના એક-બે લેયર બાદ પવનની ગતિ ઘટી જશે. પરંતુ તે બાદ ફરી ખતરનાક પવન ફૂંકાશે. વાવાઝોડાના એકથી ત્રણ લેયરમાં પવનની ગતિ ખૂબ જ વધુ હોઇ શકે છે. જે બાદના કેટલાક લેયર એવા હશે, જેમાં પવનની ગતિ ઓછી હશે. જે બાદ ફરી ફરતાં-ફરતાં એ ખતરનાક લેયર આવી શકે છે.

જેની ગતિ ખૂબ જ વધુ હોઇ શકે છે. આ દરમિયાન અઢીથી ત્રણ કલાક તો બિલકુલ જ ઘરની બહાર નીકળવાની જરૂર નથી. આ સાથે જ તે પણ જાણવું મહત્વની છે કે, વાવાઝોડાનો મુખ્ય ભાગ ટકરાઇ ગયા બાદ પણ તેના પાછળના લેયરથી પણ બચવાની જરૂર છે. વાવાઝોડના વિવિધ લેયરની ગતિ જુદી-જુદી હોઇ શકે છે.

વાવાઝોડાની આંખની ગતિ ૨ કિમી, જે બાદ ૭ કિમી, ૧૬ કિમી, ૨૨ કિમી, ૩૦ કિમી, એમ લેયર પ્રમાણે ગતિ વધતાં વધતાં ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાકની હોઇ શકે છે. આ તમામ લેયર સતત ફરતાં રહેશે. જેમ વાવાઝોડું આગળ જશે તેમ અલગ-અલગ લેયર ટકરાશે. આ દરમિયાન અમુક લેયર પસાર થતાં એવું લાગશે કે હવે વાવાઝોડું પસાર થઇ ગયું છે.

પરંતુ એવું નથી. આ વાવાઝોડું ફરતાં-ફરતાં તેના પાછળનો ભાગ પણ ટકરાશે. જેના લીધે એ તમામ લેયરની ગતિનો વાર ફરી સહન કરવાનો વારો આવી શકે છે. સાથે જ એ વાત પણ ચોક્કસ છે કે, જેમ વાવાઝોડું ધીમું આવે છે તેમ વધુ અસર કરતું હોય છે.

હવામાન વિભાગે બિપોરજાેય વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે, આવામાં વાવાઝોડા દરમિયાન ટેલિકોમ સેવાઓને પણ નુકસાન થવાની આશંકાઓ સેવાઈ રહી છે. જણાવી દઈએ કે, આ વાવાઝોડું ગુજરાતમાં અઢી-ત્રણ કલાક સુધી ટકરાતું રહેશે. આ દરમિયાન, પહેલી ૩૦ મિનિટમાં તીવ્ર પવન ફૂંકાશે અને છેલ્લી ૪૦ મિનિટમાં ફરી ૧૫૦ની ઝડપથી પવન ફૂંકાશે. આ સાથે ચેતવણી પણ આપવામાં આવી રહી છે કે, વાવાઝોડું ટકરાયા બાદ અઢી-ત્રણ કલાક સુધી ઘરમાં જ રહેજાે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.