સ્પેક બી.એડ,બાકરોલમાં “સત્ય નારાયણ ભગવાનની કથા” નું આયોજન કરાયું
બાકરોલ, તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (સ્પેક), સ્થિત સરદાર પટેલ કૉલેજ ઓફ એજ્યુકેશન, બાકરોલમાં “સત્યનારાયણ ભગવાનની કથા”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડૉ. પ્રભાત કાસરા સાહેબ અને આઈ.કયુ.એ.સી. સંયોજક ડૉ.આરતી પટેલ, સાંસ્કૃતિક સમિતિના કો-ઓર્ડીનેટર પ્રા.શીતલબેન સોનીનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
જેમાં કોલેજના તમામ સ્ટાફ મિત્રો તથા પ્રશિક્ષણાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.દર વર્ષે શ્રાવણમાસના પ્રથમ સોમવારે આ કથાનું આયોજન કરવામાં આવે છે. આ સત્યનારાયણ ભગવાનની કથામાં કથાકાર તરીકે હાર્દિક પંડ્યા જીટોડિયા, આણંદથી ઉપસ્થિત રહ્યા હતા.
તેમણે કથાનું મહત્વ સમજાવતા પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખી દરેક અધ્યાયની વિસ્તૃતમાં સમજ પૂરી પાડી સૌને આશીર્વાદ આપ્યા હતા. અંતે કથા પૂર્ણ થયા બાદ પ્રસાદ લઈને સૌ મિત્રો છૂટા પડ્યા હતા.
આ સફળ કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી ગિરીશ પટેલ, સેક્રેટરીશ્રી શિતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ તથા આચાર્યશ્રી ડૉ. પ્રભાત કાસરા દ્વારા તમામ સ્ટાફગણ અને તાલીમાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.