વિદ્યાર્થીઓ-મુસાફરો મોતની પરવા કર્યા વગર રેલવે ટ્રેક પરથી પસાર થઈ રહયા છે
દાહોદ, ગતીની મજા મોતની સજા સુત્રને આપણે સામાન્ય રીતે દીવાલોમાં અથવા કોઈ જાહેરાતોમાં જ વાંચતા હોઈએ છીએ પરંતુ સાચા અર્થમાં જોખમી રીતે બાળકો અને મુસાફરો મોત નોતરી શકે છે. ભારતીય રેલવે એક તરફ પોતાની ગતી વધારી ૧૬૦ કિલોમીટર કરતા પણ વધુ ગતીથી ટ્રેનો દોડાવવાની તૈયારીમાં જોતરાયું છે. ત્યારે બીજી તરફ અને ખાસ કરીને દાહોદ વિસ્તારમાં જે રીતે પાટા ઓળંગી રહયા છે.
તે આવનારા દિવસોમાં મોટા અકસ્માત નોકરી શકે છે. રેલવે ટ્રેકની બંને તરફ જો પ્રોથ્ટેકશન વોલ બનાવવામાં આવે તો આ અકસ્માતો રોકાઈ શકે તેવું લાગી રહયું છે. દાહોદ વિસ્તારમાં આરપીએફ અને રેલવે તંત્રના સંબંધીતો દ્વારા વારંવાર ડ્રાઈવ યોજી અનઅધિકૃત રીતે પાટા ન ઓળંગવાના વખતે અવેરનેસ પ્રોગ્રામ પણ કરવામાં આવે છે. આવા કેટલાક લોકો સામે કાયદેસર કેસ પણ કરવામાં આવે છે. પરંતુ કોણ જાણે કેમ લોકો શોર્ટકટ અપનાવવા જોખમ લેવાનું વધુ પસંદ કરતા હોય છે.
આ જ ટ્રેક પર અનેક વાર મુંગા પશુઓ પણ તમામ પ્રકારની ટ્રેનની અડફેટે આવેલા ના બનાવો પણ નોધાવા પામ્યા હતા. રેલવે તંત્રએ અંગે ડીટેનશનો સામનો પણ કરવવો પડે છે. ત્યારે એક તરફ રેલવે તંત્ર ટ્રેનોની ગતી વધારી પોતાના ગતવ્ય સ્થાને રહેલી અથવા સમયસર પહોચે તે માટે કટીબંધ બની છે. તો બીજી તરફ આવા અનઅધિકૃત રીતે લોકો વાતાવરણની અથવા તો મુંગા પશુઓ પસાર થતાં રેલવે તંતરના મનસુબા ઉપર પાણી ફેરવી રહયા છે.
ત્યારે સંબધીત દ્વારા આ ટ્રેક પર કોઈ પગલાં લેવાશે ખરા અથવા તે આરપીએફ પોતાના એવેરેનસ પ્રોગ્રામમાં વધારોકરી શાળા કોલેજોમાં ચેતના જગાવે તે વધુ ઈચ્છનીય છે.
પશ્ચિમ રેલવે ૧૬૦ કિલોમીટર પ્રતી કલાકની ઝડપે ટ્રેન સંચાલન કરવાની યોજના પર કામ કરી રહયું છે. જેનો હેતુ એટલા પર કામ કરી રહયું છે. જેનો હેતુ એટલો કે ઓછા સમયમાં મુસાફરો સમયસર પોતાના ગતવ્ય સ્થાન સુધી પહોચી શકે. સાથે સાથે દિલ્હી મુંબઈ વચ્ચેનો સમય અંતર પણ ઘટે જેથી કરીને દેશની સમય બંને રાજસ્થાની વચ્ચે વ્યાપાર અને વાણીજય ક્ષેત્રે ક્રાંતી આવી શકે માટે પશ્ચિમ રેલવે દિલ્હી મુંબઈ રેલમાર્ગ પર અવરોધ રૂપ રલવે ટ્રેક તેમજ કર્વને સીધા કરી રહી છે.
પરંતુ આ યોજના પર કામ કરી રહેલા રેલવેના ઉચ્ચ અધિકારીઓએ કદાચ આ દ્રશ્યો જોયા નહી હોય અથવા એના ધ્યાને નહી હોય એટલા માટે દાહોદમાં સ્કુલે જતા વિધાર્થીઓ તેમજ ટ્રેન પકડવાની લ્હાયમાં ઉતાવળ કરતા આવા તત્વો જાણે અજાણ્યા પોતાનું જીવ જોખમમાં મુકી રહયા છે.