Western Times News

Gujarati News

ડિવોર્સી માતાની અરજી છતાં સબ-રજિસ્ટ્રારે બાળકના બર્થ સર્ટિફિકેટમાંથી ન હટાવ્યું પિતાનું નામ

અમદાવાદ, છૂટાછેડા લેનાર માતાએ તેના પૂર્વ પતિની જગ્યાએ પોતાનું નામ અને અટક ડોક્યુમેન્ટમાં દાખલ કરવાની અરજી કરી હોવા છતાં બાળકના જન્મના પ્રમાણપત્રમાંથી તેના પિતાનું નામ કાઢી ન નાખવા બદલ ગુરુવારે ગુજરાત હાઈકોર્ટે સબ-રજિસ્ટ્રારના અધિકારીની આકરી ઝાટકણી કાઢી હતી.

આ કિસ્સો ગાંધીનગર મહાનગરપાલિકાનો (જીએમસી) છે. જન્મ અને મરણના સબ-રજિસ્ટ્રારને હાઈકોર્ટમાંથી ફરી એકવાર ઠપકો સાંભળવો પડ્યો હતો, કારણ કે અધિકારીએ બાળકના જન્મના પ્રમાણપત્રમાં કોઈ પણ સુધારો કરવા અને પિતાનું નામ દૂર કરવા માટે, તેની (પિતા) હાજરી અને સંમતિ જરૂરી હોવાનું કહ્યું હતું.

મહિલાએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો જ્યાં વકીલોએ રજૂઆત કરી હતી કે, તેણે તેના પતિ સાથે પરસ્પર સંમતિથી ડિવોર્સ લીધા હતા અને કોર્ટનું હુકમનામું પણ સબ-રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કર્યું હતું. દીકરીની કસ્ટડી માતા પાસે જ રહેશે તેવો ઉલ્લેખ કોર્ટના હુકમનામામાં કરવામાં આવ્યો હતો.

તેના કેસની સુનાવણી કરતાં, જસ્ટિસ ર્નિઝર દેસાઈ સબ-રજિસ્ટ્રાર ગુસ્સે થઈ ગયા હતા, જેઓ આ મહિનાની શરૂઆતમાં પણ ૩૫ વર્ષીય મહિલા જે પોતાના જન્મના પ્રમાણપત્રમાં જન્મતારીખ બદલવા ઈચ્છતી હતી તે માટે રોષનો સામનો કરી ચૂક્યા હતા.

તેમણે જ આગ્રહ કર્યો હતો કે, જ્યાં ફરિયાદીનો જન્મ થયો છે તે નર્સિંગ હોમના ડોક્ટરે તેમની ઓફિસમાં હાજર રહેવું જાેઈએ અને મહિલાના જન્મની તારીખનો પુરાવો આપવો જાેઈએ. જસ્ટિસ દેસાઈએ જણાવ્યું હતું કે, સબ-રજિસ્ટ્રાર જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમની કલમ ૧૫ હેઠળ ફેરફાર કરવા માટે સક્ષમ હોવાનું કાયદો સ્પષ્ટ કરે છે તેમજ બાળકની કસ્ટડી સિંગલ મધર પાસે જ રહેશે. અધિકારી જાે કે ફેરફાર કરવા માટે અનિચ્છા ધરાવતા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.