‘દેવરા પાર્ટ ૧’ની સફળતાએ ટ્રાન્સફોર્મર્સને પણ પાછળ છોડી
મુંબઈ, જુનિયર એનટીઆરની ‘દેવરા પાર્ટ ૧’ને બોક્સ ઓફિસ પર તગડી શરૂઆત મળી છે. માત્ર ભારતમાં જ નહીં પણ કોરાતલા શિવાની આ ફિલ્મ વિશ્વ સ્તરે પણ ઘણો સારો દેખાવ કરી રહી છે. આ ફિલ્મને પહેલા જ અઠવાડિયે ઐતિહાસિક કમાણી મળી છે અને સૈફ અલી ખાન તેમજ જુનિયર એનટીઆરના વખાણ પણ થઈ રહ્યા છે.
આ એક્શન ફિલ્મ પહેલા વીકેન્ડમાં કમાણી કરવામાં વર્લ્ડવાઇડ બીજા નંબરે આવી ગઈ છે. ‘દેવરા પાર્ટ ૧’ ૨૭ સપ્ટેમ્બરે થિએટરમાં રિલીઝ થઈ છે અને ફિલ્મમેકર્સે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું છે કે, આ ફિલ્મે પહેલા જ દિવસે દુનિયાભરમાંથી ૧૭૨ કરોડની કમાણી કરી છે.
જ્યારે પહેલાં અઠવાડિયાના અંત સુધીમાં ૩૨.૯૩ મિલિયન ડૉલર એટલે કે ૨૭૫ કરોડની કમાણી કરી છે. જેનાથી તે વિશ્વસ્તરે ઐતિહાસિક રીતે સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની ગઈ છે. હવે દેવરા માત્ર ‘ધ વાઇલ્ડ રોબાટ’થી એક ક્રમ પાછળ રહી છે, જેણે ૪૪ મિલિયન ડૉલરની કમાણી કરી હતી.
જોકે, આ ફિલ્મનું એ પહેલું અઠવાડિયું નહોતું. તેમની કમાણી પાછળના અઠવાડિયાઓમાં ઘટી હતી, જ્યારે દેવરા પાસે તો આવનારા દિવસોમાં હજુ વધારે કમાણી કરવાની તક છે. જોકે, દેવરાના કમાણીનાં આંકડાને લગતા અહેવાલોમાં તફાવત જોવા મળી રહ્યો છે. જો ઇન્ડિયાની બોક્સ ઓફિસ ટ્રેકિંગ સીસ્ટમના દાવા મુજબ ફિલ્મને સફળતા મળી રહી છે, એ વાત નકારી શકાય તેમ નથી.
જોકે, ફિલ્મ મેકર્સનો દાવો છે કે આ ફિલ્મ વિશ્વસ્તરે ૩૦૦ કરોડ અને ભારતમાં ૨૦૦કરોડના લક્ષ્યને પાર કરી નાંખશે. કેટલાંક ટ્રેડ ટ્રેકર્સે થોડાં ઓછા આંકડા મુજબ દેવરાએ પહેલા વીકેન્ડમાં ભારતમાં ૧૬૧ કરોડની કમાણી કરી હોવાનું માને છે.
રવિવારે તેમાં ૫ ટકાના ઉછાળા સાથે સ્થાનિક બજારમાં ૪૦ કરોડની કમાણી થયાની શક્યતા છે. હવે આવનારા અઠવાડિયામાં તેની આગામી સ્થિતિ કેવી રહે છે તે જોવાનું રહેશે.SS1MS