સગીર મુસ્લિમ છોકરીઓને લગ્ન કરવાની છૂટ આપવી કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટ વિચારણા કરશે
નવી દિલ્હી, શું ૧૫ વર્ષની મુસ્લિમ છોકરીને પણ મુસ્લિમ પર્સનલ લો અનુસાર લગ્ન કરવાની છૂટ આપી શકાય? સુપ્રીમ કોર્ટ આ અંગે વિચારણા કરશે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ મુદ્દે વિવિધ હાઈકોર્ટના અલગ-અલગ નિર્ણયો આવી રહ્યા છે.
જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ નિર્ણયો સામે વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી રહી છે. જો સુપ્રીમ કોર્ટ આને લગતી તમામ અરજીઓની એકસાથે સુનાવણી કરે અને આ અંગે સ્પષ્ટતા આપે તો સારું રહેશે.ઝ્રત્નૈંએ કહ્યું- આ અંગે સ્પષ્ટતાની જરૂર છે.
અમે ટૂંક સમયમાં આ અંગે વિચારણા કરીશું. રાષ્ટ્રીય મહિલા આયોગ અને રાષ્ટ્રીય બાળ સુરક્ષા આયોગે પંજાબ હરિયાણા હાઈકોર્ટના એ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યાે છે, જેમાં હાઈકોર્ટે ૧૫ વર્ષની મુસ્લિમ છોકરીના લગ્નને માન્ય જાહેર કર્યા હતા.
વાસ્તવમાં, મુસ્લિમ પર્સનલ લો અનુસાર, મુસ્લિમ છોકરી જાતીય પરિપક્વતાના તબક્કે લગ્ન કરી શકે છે.ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની રચના ૭-૮ એપ્રિલ ૧૯૭૩ના રોજ કરવામાં આવી હતી. આ બોર્ડ એવા સમયે બનાવવામાં આવ્યું હતું જ્યારે ભારત સરકાર સમાંતર કાયદા દ્વારા ભારતીય મુસ્લિમોને લાગુ પડતા શરિયા કાયદાને નાબૂદ કરવાનો પ્રયાસ કરી રહી હતી.
આ સમયગાળા દરમિયાન દત્તક બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને સમાન નાગરિક સંહિતાની દિશામાં પ્રથમ પગલું કહેવામાં આવ્યું હતું.SS1MS