ગત વર્ષ કરતાં મહીસાગરના કડાણા જળાશયની સપાટી સાત ફૂટ ઓછી
સંતરામપુર, મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા બંધમાં પાણીની આવક માત્ર દસ હજાર કયુસેક જાેવા મળે છે. મહીસાગર જિલ્લાની જીવાદોરી સમાન કડાણા જળાશયમાં ૩૮૦ ફટ પાણીની સપાટી જાેવા મળતી હતી ગત વર્ષે આ સમયે જુલાઈ માસમાં કડાણા ડેમમાં પાણીની સપાટી ૩૮૬.૦૭ ફૂટ હતી.કડાણા ડેમમાં આ વર્ષે હાલ પાણીની સપાટીમાં ૭ ફૂટ ઘટાડો જાેવા મળી રહ્યો છે.
કડાણા ડેમમાં હાલ પાણીની આવક દસ હજાર ક્યુસેક જાેવા મળે છે. સ્થાનિક ખેડૂતોને છેલ્લા ૬૦ દિવસથી સિંચાઈનું પાણી આપવામાં નહી આવતા ખેડૂતોમાં ભારે અસંતોષ જાેવા મળે છે. ખેડૂતો ડાંગરની ખેતી માટે કડાણા સીચાઈ વિભાગ પાસે સતત સિંચાઈના પાણીની માંગણી કરી રહ્યા છે
પરંતુ ડુમ સત્તાધીશો દ્વારા જીલ્લાના ખેડૂતોને કેનાલમાં પાણી પુરતું જથ્થામાં છોડીને પાણી ખેતી માટે આપવામાં આઘાપાછી કરતાં હોઈ મહિસાગર જિલ્લાના ખેડૂતોની ખેતી માટે પાણી આપવાની માગણી સંતોષવામાં આવે તેવી માંગ ઉઠી છે. કડાણાબંધનું પાણી ખેડા જિલ્લાના ખેડૂતોને ખેતી માટે પહોંચાડવામાં આવે છે જયારે સ્થાનિક ખેડૂતો સાથે સિંચાઈ વિભાગ દ્વારા અન્યાય કરી રહ્યા હોવાનું જાેવા મળી રહ્યું છે.
તાલુકા અને ઉપરવાસમાં ઓછા વરસાદના કારણે કડાણા ડેમમાં સતત પાણીનું સ્તર ઘટી રહ્યું છે ડેમ ના કેચમેન્ટ વિસ્તારમાં બેટો ખુલ્લા થવા માંડ્યા છે ડેમમાં સ્થાનિક ખેડુતો માટે પુરતું પાણીનોસ્ટોક ખેતી કામ માટે રખાય તેવી માંગ ઉઠી છે.