Western Times News

Gujarati News

સરદાર સરોવર ડેમની સપાટીમાં થયો વધારો

અમદાવાદ, ગુજરાતીના લોકો માટે આનંદના સમાચાર છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવકને પગલે ડેમની સપાટીમાં વધારો થયો છે.

હાલ ડેમમાં ઉપરવાસમાંથી ૮,૫૫૮ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ સાથે જ ડેમની સપટી ૧૧૪.૩૮ મીટર પર પહોંચી છે. હાલ વરસાદની સિઝન જામી છે ત્યારે ડેમની સપાટીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. હાલ ડેમમાંથી ૮૪૦૯ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.The surface of Sardar Sarovar Dam increased

આ ઉપરાંત CHPH ના બે પાવર હાઉસ ચાલુ કરાયા છે. શુક્રવારે સવારે છ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન વરસાદના આંકડા તપાસીએ તો ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ રાજકોટના જામકંડોરણામાં નોંધાયો છે. જામકંડોરણામાં ૨૪ કલાકમાં ૮.૨ ઈંચ વરસાદ પડ્યો છે. બીજી તરફ કપરાડામાં ૮ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૬ તાલુકામાં ૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતના ૬ તાલુકામાં ૫ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના ૨૫ તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના ૯૦ તાલુકા એવા છે જ્યાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. છેલ્લા ત્રણથી ચાર દિવસથી સૌરાષ્ટ્ર પર મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. આ દરમિયાન સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે.

ફોફળ-૧ ડેમ, ભાદર-૨ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. બીજી તરફ ભાદર-૨ ડેમમાં પણ પાણીની આવક થઈ છે. ભારે વરસાદને પગલે જામકંડોરણાનો ફોફળ-૧ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે. ફોફળ ડેમમાં ૧૧ ફૂટ નવા નીરની આવક થઈ છે. જેના પગલે ડેમની સપાટ ગઈકાલે ૨૩ ફૂટે પહોંચી હતી. આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરે ટ્‌વીટ કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.

દુધીવદર, ઇશ્વરીયા, તરવડા અને વેગડી ગામના લોકોને સાવચેત રહેવા તથા નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના આપવામાં આવી છે. જામકંડોરણા પંથકમાં સાડા ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડતા દુધીવદર ગામ ખાતે આવેલો ફોફળ-૧ ડેમ હાલ ભરાયો છે.

આ ડેમની કુલ સપાટી ૮૧.૭૫ મીટર છે. ડેમની ગુરુવારની સપાટી ૮૦.૨૯ મીટર હતી. ભાદર-૨ ડેમ ૭૦ ટકા ભરાયો બીજી તરફ ધોરાજીના ભૂખી ગામ ખાતે આવેલો ભાદર-૨ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેના પગલે ૩૭ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે. ભાદર -૨ ડેમની જળ સપાટી ૫૩.૧ મીટર છે, જ્યારે જળાશયની હાલની સપાટી ૫૧.૧ મીટરે પહોંચી છે. ડેમમાં ૬,૭૧૭ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી વધતા ધોરાજી તાલુકાના ૪ ગામોને એલર્ટ કરાયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.