Western Times News

Gujarati News

સ્ટેડિયમ ફરતે એરફોર્સની સૂર્યકિરણની ટીમે જમાવ્યુ આકર્ષણ

(જૂઓ કોકપીટમાંથી લેવાયેલી તસવીરોઃ) 

Air Show in World Cup2023 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઈનલ યોજાઈ હતી. આ મેચ જોવા આવનારા દર્શકોનો ઉત્સાહ વધારવા માટે એરફોર્સ દ્વારા એક જોરદાર એર શો યોજવામાં આવ્યો હતો.

ભારતીય એરફોર્સના સૂર્યકિરણ વિમાનોની એરોબેટિક ટીમ આ એર શોમાં ભાગ લીધો હતો. મેચ શરૂ થાય તે પહેલાં આ એર શો યોજાયો હતો. જેના માટે શનિવારે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમમાં નવ વિમાન સામેલ છે અને તેમણે દેશભરમાં અનેક એર શોમાં ભાગ લીધો છે. સૂર્ય કિરણ વિમાનો જ્યારે વિક્ટરી ફોર્મેશનમાં લૂપ બનાવે છે ત્યારે તેને જોનારાઓ દંગ રહી જતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.