‘પરમ સુંદરી’માં નોર્થનો સ્વેગ અને સાઉથની ગ્રેસ
મુંબઈ, ભારતીય ફિલ્મ જગતમાં એક્શન અને હોરર ફિલ્મો બાદ હવે રોમેન્ટિક કોમેડીનું આગમન થઈ રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાઉથ અને નોર્થની ટેલેન્ટ એકબીજાની પૂરક બનીને કામ કરી રહી છે ત્યારે ફિલ્મની સ્ટોરીમાં પણ સાઉથ અને નોર્થનો પ્રેમ છલકાવા માંડ્યો છે.
દાયકાઓ સુધી ઓડિયન્સ અને ફિલ્મ મેકર્સની પસંદગી રહેલી રોમ-કોમ જોનરને અજમાવવાની સાથે નોર્થના સ્વેગ અને સાઉથની ગ્રેસ ધરાવતી ‘પરમ સુંદરી’ એનાઉન્સ થઈ છે. પ્રોડક્શન હાઉસ મેડ્ડોક ફિલ્મ્સે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી આ ફિલ્મનો પરિચય આપ્યો હતો.
જેમાં જણાવાયુ હતું કે, નોર્થ કા સ્વેગ, સાઉથ કી ગ્રેસ- બે દુનિયા અથડાઈ અને રાખ ઊડી. દિનેશ વિજાન રજૂ કરે છે-પરમ સુંદરી. તુષાર જલોટાના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મ ૨૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ રિલીઝ થશે. અત્યંત શિષ્ટ સિદ્ધાર્થ મલહોત્રા પરમ બન્યો છે અને ચંચળ જાન્હવીએ સુંદરીનો રોલ કર્યાે છે.
સિદ્ધાર્થને નોર્થના યુવક તરીકે દર્શાવાયો છે, જેની પોતાની અલગ સ્ટાઈલ છે. જ્યારે સાઉથની સુંદરીની નજાકત મન પીગળાવી દે તેવી છે. સિદ્ધાર્થ મલહોત્રા છેલ્લે પ્રાઈમ વીડિયોની સિરીઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળ્યો હતો.
રાશિ ખન્ના, શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોય સાથેની આ સિરીઝને રોહિત શેટ્ટીએ ડાયરેક્ટ કરી હતી. જાન્હવીની છેલ્લી ફિલ્મ દેવરાઃ પાર્ટ ૧ હતી. જુનિયર એનટીઆરનો લીડ રોલ ધરાવતી આ ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ ચાલી ન હતી.SS1MS