તાલીબાન સરકારે તમામ એનજીઓને મહિલાઓને કામ ન કરાવવાની સૂચના આપી
કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે ફરી મહિલાઓના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. તાલિબાન સરકારે એક પત્ર જારી કરીને તમામ એનજીઓને મહિલાઓને કામ ન કરાવવાની સૂચના આપી છે. એનજીઓ તેમને કામ પર આવવા દેતા નથી.
રાઉટરે આ સમાચાર પ્રકાશિત કર્યા છે. દેશના અર્થતંત્ર મંત્રીના પત્રમાં આ આદેશ જારી કરવામાં આવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે આગળના આદેશ સુધી કોઈપણ મહિલાને કામ પર જવાની મંજૂરી નથી.
આનું કારણ તાલિબાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે કેટલીક મહિલાઓ ઇસ્લામ અનુસાર સરકાર દ્વારા આપવામાં આવેલા ડ્રેસ કોડનું યોગ્ય રીતે પાલન નથી કરી રહી. જેના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. અગાઉ, તાલિબાન સરકારે એક આદેશ જારી કરીને યુનિવર્સિટીઓમાં મહિલાઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારથી, તાલિબાનના આ પગલાની વૈશ્વિક સ્તરે ટીકા થઈ હતી.
આ આદેશ બાદ ઘણા દેશોમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનમાં પણ આ પગલાની નિંદા કરવામાં આવી હતી.
અગાઉ, એસોસિએટેડ પ્રેસે અહેવાલ આપ્યો હતો કે તાલિબાન સુરક્ષા દળોએ યુનિવર્સિટી શિક્ષણ પર પ્રતિબંધનો વિરોધ કરી રહેલી મહિલાઓને વિખેરવા માટે પાણીની તોપોનો ઉપયોગ કર્યો હતો.
તાલિબાનના ર્નિણય બાદ દેશભરમાં ઘણી જગ્યાએ મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેટલીક જગ્યાએ મહિલાઓએ યુનિવર્સિટી સુધી રેલી કાઢી હતી તો કેટલીક જગ્યાએ ચોકમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જાે કે, આ પ્રદર્શનોને પણ તાલિબાન દળોએ હથિયારોના આધારે અટકાવી દીધા હતા.HS1MS