ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું
સુરત, રાજ્યમાં આ મોસમમાં સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે. જ્યારે થોડા દિવસથી વરસાદે થોડી રાહત આપી છે. હજુ પણ ભારે વરસાદની આગાહીને કારણે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ૬ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ સાથે ઉકાઇ ડેમમાં પણ પાણીની આવક યથાવત છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ઉકાઇ ડેમમાં પાણીની આવક થઇ રહી છે.
હાલ ઉકાઇ ડેમમાં ૧.૨૮ લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. આ સાથે ડેમના ૧૩ દરવાજા ૧૦ ફુટ સુધી ખોલી ૧,૯૯,૩૦૭ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઇ રહ્યું છે. જેના કારણે તાપી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે અને કાંઠા વિસ્તારનાં ગામડાંઓમાં પાણી ફરી વળ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, ઉકાઈ ડેમમાંથી ૨ લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદીએ રોદ્ર સ્વરૂપધારણ કર્યું છે. હાલ તાપી નદી ભરાઇ ગઇ છે. જેના કારણે કાંઠા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. તાપી નદી બે કાંઠે થતા કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ૨.૨૮ લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમની સપાટી રૂલ લેવલ ૩૩૩ને પાર કરીને ૩૩૩.૩૮ પર પહોંચી ગઈ છે. ઉકાઇ ડેમના ૧૩ દરવાજા ૧૦ ફુટ સુધી ખોલી નાંખવામાં આવ્યા છે.
ડેમની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા ૧.૯૯ લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જે બાદ તાપી નદીની સપાટી સુરતના કોઝવે પર ૯.૪૬ મીટર પર પહોંચી ગઈ છે. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ કહ્યું હતુ કે, ૨૩ અને ૨૪મીએ કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં રેડ એલર્ટ અપાયું છે.
તેમણે વધુમાં જણાવ્યુ છે કે, ૨૪ અને ૨૫ તારીખે એટલે રવિ અને સોમવારે કચ્છ, જામનગર અને દેવભૂમી દ્વારકામાં રેડ એલર્ટ અપાયું છે. દરમિયાનમાં કૃષિ પાકને નુકસાન અને ખેડૂતોને સહાય મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરૂવારે મહેસૂલ વિભાગની ખાસ બેઠક બોલાવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શનિવારથી અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજ્યમાં NDRFની ૧૩ ટીમ અને SDRFની ૨૧ પ્લાટૂન તહેનાત કરવામાં આવી છે. શુક્રવારે સૌરાષ્ટ્ર કચ્છ, શનિવારે ઉ.ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે.
શુક્રવારે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, શુક્રવારે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. શનિવારે બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. તે ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાનની આગાહી પ્રમાણે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ સહિત છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ જ્યારે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા, દાહોદ, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી.SS1MS