ગાંધીનગરની ટીમે ભરૂચ પહોંચી ભૂમાફિયાઓનો 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચ જિલ્લાનું ખાણ ખનીજ સહિતનું તંત્ર ઊંઘતું ઝડપાયું
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં રેત માફિયા ઉપર ગાંધીનગરની વિજિલન્સ ટીમે ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રેડ પાડી હતી અને મોટા પાયે નદીમાંથી રેતી ખનન થતું હોવાનું પર્દાફાશ કરી સ્થળ ઉપરથી બે કરોડ ઉપરાંત તો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી.ત્યારે કયા તંત્ર અને નેતાઓના પ્રયાસથી ગેરકાયદેસર રેતી ખન્નાનું કૌભાંડ ચાલતું હતું તે પણ એક તપાસનો વિષય બની ગયો છે.
ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના અંગારેશ્વર ગામે નર્મદા નદી ના પટમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું હોવાનું રેલો ગાંધીનગરથી પહોંચ્યો હતો.બપોર બાદ અચાનક રેડ પાડતા સ્થળ ઉપરથી રેતી ખનન ચાલી રહ્યું હોવાનો કૌભાંડ સામે આવ્યો હતો
જ્યારે અન્ય કેટલાક ડમ્પરો ઝનોર તરફથી ભાગી જવામાં સફળ રહ્યા હતા.સ્થળ ઉપર રેડ કરતા ગેરકાયદેસર રેતી ખનન સ્થળ ઉપરથી ૩ હિટાચી મશીન, ૪ નાવડા અને ૩ ડમ્પર સહિત ૨ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને સ્થળ ઉપર જ કાર્યવાહી કરવામાં આવી હતી.જાેકે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હોય અને ભરૂચ જીલ્લાનું સ્થાનિક ખાણ ખનીજ વિભાગ કુંભ કણૅની નીંદરમાં હોય તેવા અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા છે.
જાેકે થોડા મહિના અગાઉ આ સ્થળ ઉપર રેડ દરમિયાન ખાણ ખનીજ વિભાગની ઓફિસમાં આવી એક ભુમાફિયાએ રોયલ્ટી ઇન્સ્પેક્ટરની લાફા વાળી કરી હતી જેનો સમગ્ર મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો અને ત્યાર બાદ થી જ ભરૂચ જીલ્લાના ખાણ ખનીજ વિભાગના કેટલાક અધિકારીઓ પણ હવે રેડ પાડતા ગભરાઈ રહ્યા હતા.
એવા સમયમાં જ ગાંધીનગરની ટીમે અચાનક રેડ કરતા બે કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ત્યારે ભરૂચ જીલ્લાનું ખાણ ખનીજ,જીલ્લા વહીવટી તંત્ર સહિતના વિભાગના અધિકારીઓએ ભૂમાફિયાઓ ઉપર નકર કાર્યવાહી નહીં કરે તો આવનાર સમયમાં ભુમાફિયાઓને છૂટો દોર મળી શકે તો નવાઈ નહીં.હાલ તો ગાંધીનગરની ટીમે કાર્યવાહી કરતા ભુમાફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે.