આરોગ્ય કેન્દ્ર, શાળા, મંડળીઓ પર સરપ્રાઈઝ ચેકીંગ કરાશેઃ ગુટલીબાજોને પકડાશે
ગામડામાં ગેરહાજર રહેતા ગુટલીબાજ કર્મચારીઓને પકડવા માટે ટીમ ત્રાટકશે
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તલાટી સહિતના આરોગ્ય અધિકારી- કર્મચારીઓ ગેરહાજર રહેતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. તલાટી હાજર રહેતા ન હોવાથી ગ્રામજનોને ધક્કા ખાવાનો વારો આવે છે.
જેથી આગામી સમયમાં ગાંધીનગર જિલ્લાના ગામોમાં સરપ્રાઈજ ચેકીંગ હાથ ધરવામાં આવશે. આગામી સમયના ચેકીંગમાં ૧૦માંથી ૮સ્થળ પર ગુટલીબાજ કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા ત્યારે ટુંક સમયમાં ટીમો અન્ય ગામમાં આરોગ્ય કેન્દ્ર, પંચાયત ઘર, શાળા, મંડળીઓ સહિતની જગ્યા પર ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવશે.
મળતી વિગત મુજબ ગાંધીનગર જિલ્લાના ગામડામાં તલાટી, શિક્ષકો, આરોગ્ય કર્મચારીઓ, મંડળી સહિતમાં કર્મચારી ગેરહાજર હોવાનું ધ્યાને આવ્યું છે. જેમાં થોડા સમય પહેલા જિલ્લા પંચાયતના અધિકારીઓ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં દશ જગ્યા પર કરવામાં આવેલી તપાસમાંથી ૮ સ્થળ પર કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા.
જેથી જિલ્લા પંચાયતની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગની કામગીરીનેવધુ આગળ ધપાવવાની સાથે વધુ મજબુત બનાવવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સુચના આપી છે થોડા સમય પહેલા વર્ગ અને વર્ગ-ર ના અધિકારીઓની ટીમ ને બંધ કવરમાં ગામનું નામ આપવાનું રહેશે. અધિકારીઓએ તે ગામમાં જઈ પંચાયત ઓફિસ, શાળા, આરોગ્ય કેન્દ્ર સહિતના કર્મચારીઓની હાજરી ચેક કરવામાં આવશે.
જયારે સરકારી સંસ્થાઓ, શાળા,મંડળી, આરોગ્ય કેન્દ્રમાં પણ તપાસ કરવામાં આવશે ત્યારે જે ગામમાં ટીમ ત્રાટકશે અને કર્મચારીઓ હાજર નહી હોય તેનો રીપોર્ટ કરી બંધ કવરમાં જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવશે. ત્યારબાદ ગેરહાજર રહેનાર કર્મચારીને અધિકારી નોટીસ આપશેઅને ખુલાશો પુછવામાં આવશે. જો કર્મચારી દ્વારા સંતોષકારક જવાબ નહી મળે તો તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.