બોલિવૂડ ફિલ્મ ગાંધી ગોડસે-એક યુદ્ધનું ટીઝર આવી ગયું
મુંબઈ, બોલિવૂડમાં મહાત્મા ગાંધી પર ઘણી ફિલ્મો બની છે, પરંતુ રાજકુમાર સંતોષી હવે જે પ્રકારનું કન્ટેન્ટ લાવી રહ્યા છે તે તમે ભાગ્યે જ જાેયું હશે.
ઘાયલ, દામિની, અંદાજ અપના અપના જેવી ફિલ્મોથી દર્શકોને મંત્રમુગ્ધ કરી ચુકેલા નિર્માતા રાજકુમાર સંતોષી ફરી એક વખત ધમાકેદાર સ્ક્રીન પર આવ્યા છે. તે પોતાની નવી ફિલ્મ ‘ગાંધી ગોડસે-એક યુદ્ધથી ઈન્ડસ્ટ્રીમાં કમબેક કરી રહ્યા છે. આ ફિલ્મનું મ્યુઝિક એ આર રહેમાને આપ્યું છે. આ ફિલ્મનું મોશન પોસ્ટર ૨૭મી ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે તેનું ટીઝર ૨ જાન્યુઆરીએ આવ્યું છે.
૧ મિનિટ ૩૨ સેકન્ડમાં તમે એક કલાકની આખી ફિલ્મ Gandhi Godse Ek Yudh સમજી શકશો અને તમને તે જાેવાનું પણ મન થશે. રાજકુમાર સંતોષીની આ ફિલ્મ ૨૬ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. દીપક અંતાણી મહાત્મા ગાંધીનું પાત્ર ભજવી રહ્યા છે, જ્યારે ચિન્મય માંડલેકર નાથુરામ ગોડસેના પાત્રમાં જાેવા મળશે. આ ફિલ્મની વાર્તા રાજકુમારે પોતે લખી છે અને તે તેમના જ પ્રોડક્શન બેનર હેઠળ બની છે.
કાર્તિક આર્યનની ફિલ્મ શહેઝાદા ફેબ્રુઆરીમાં વેલેન્ટાઈન ડે પર રિલીઝ થશે. બીજી તરફ ૧૭મી ફેબ્રુઆરીએ અજય દેવગણની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ મેદાન રિલીઝ થશે. પછી અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી ફિલ્મ સેલ્ફીમાં જાેવા મળશે, જે સાઉથની એક ફિલ્મની હિન્દી રીમેક છે. રણબીર અને શ્રદ્ધા કપૂરની લાંબા સમયથી રાહ જાેવાતી ફિલ્મ તું જૂઠી મેં મક્કાર માર્ચમાં હોળી પર રિલીઝ થશે.
અજય દેવગણની ફિલ્મ ભોલા માર્ચના અંતમાં રિલીઝ થશે. સુપરસ્ટાર સલમાન ખાન એપ્રિલ મહિનામાં ઈદ પર તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન સાથે સિલ્વર સ્ક્રીન પર પરત ફરશે. પછી રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ રોકી ઓર રાની કી લવસ્ટોરી રિલીઝ થશે.
આ ફિલ્મથી કરણ જાેહર લાંબા સમય બાદ ડિરેક્ટર તરીકે કમબેક કરી રહ્યો છે. ૨ જૂને શાહરૂખ ખાન સાઉથ ડિરેક્ટર એટલીની ફિલ્મ જવાનમાં જાેવા મળશે.
૧૬ જૂને પ્રભાસની ફિલ્મ આદિપુરુષ રિલીઝ થશે. જૂનના છેલ્લાં બે અઠવાડિયામાં બે કોમેડી ફિલ્મો આયુષ્માન ખુરાનાની ડ્રીમ ગર્લ ૨ અને કાર્તિક આર્યનની સત્ય પ્રેમ કી કથા રિલીઝ થશે. જ્યારે ઓગસ્ટ મહિનાની શરૂઆત રણબીર કપૂરની એક્શન ફિલ્મ એનિમલથી થશે. ધ કાશ્મીર ફાઇલ્સના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી તેમની આગામી ફિલ્મ ધ વેક્સીન વોર રિલીઝ કરશે.SS1MS