ટુવ્હીલરના નુકસાનનો ખર્ચો લેવા કિશોરને ઉઠાવી લીધો
મહેસાણા, તાલુકાના ખેરવા ગામમાં એક આશ્ચર્યચકિત કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક્ટિવામાં થયેલા નુકસાન વસૂલવામાં ૧૫ વર્ષના કિશોરનું અપહરણ કરવામાં આવ્યું હતુ. કિશોરને શોધવા આવેલા બે ભાઇઓને પણ આ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો.
જાેકે, આ દરમિયાન થયેલા ઝઘડામાં કિશોરને છોડીને આ શખ્સો ભાગી ગયા હતા. આ અંગે મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કિસ્સાની વિસ્તૃતમાં વાત કરીએ તો, ખેરવા ગામના દેવરાસણ રોડ પર રહેતા સાહિલ કિશનભાઇ દંતાણીને શનિવારે તેના પિતાએ ફોન કરીને કીર્તિજી ઠાકોરે ફોન કરીને ધમકી આપી હતી.
જેમાં તેણે જણાવ્યુ હતુ કે, ‘તેમના દીકરાએ તેના એક્ટિવામાં નુકસાન કર્યું છે. જેથી અમે તેને અમે એક્ટિવા ઉપર બેસાડી અમારી સાથે લાવ્યા છીએ. એક્ટિવાના નુકસાનના પૈસા તમે આપી દો અને તમારા છોકરાને લઈ જાઓ. આથી સાહિલ નાનાભાઈ હર્ષદ અને અન્ય ભાઈ સગીરને શોધવા નીકળ્યા હતા.
ત્યારે કડવાસણ ગામે તેનો ભાઈ ન મળતાં ખેરવા તરફ શોધખોળ હાથ ધરી હતી. જે દરમિયાન મેલડી માતાના મંદિર પાસે તેમનો ભાઈ બેઠો દેખાયો હતો. તેની સાથે કીર્તિજી ઠાકોર સહિતના ૪ શખ્સો પણ બેઠેલા હતા. ત્યાં જઇને વાત કરતા તે ચાર લોકો એક્ટિવા રિપેર કરી આપોનું કહીને ધમકી આપવા લાગ્યા હતા. જે બાદ અપશબ્દો બોલીને આ લોકોએ સાહિલ અને નાનાભાઈ હર્ષદને માર માર્યો હતો.
આ દરમિયાન ત્યાંથી પસાર થતા લોકો ત્યાં ભેગા થઈ જતાં આ ચાર લોકો કિશોરને છોડી તેઓ નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે સાહિલ દંતાણીએ કડવાસણ ગામના કીર્તિજી ઠાકોર, જીનાન્સ મનુજી ઠાકોર, જીનાન્સના પિતા અને અન્ય એક શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.SS1MS