ગુજરાતમાં રવિવાર સુધી તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર નહીં જવાની આગાહી
અમદાવાદ, અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનનો પારો થોડો નીચો રહેતા લોકોએ તાપમાંથી રાહત મેળવી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતીઓ માટે સારા સમાચાર આપ્યા છે. હાલ કોઇપણ પ્રકારની વો‹નગની આગાહી આપવામાં આવી નથી.
સોમવારે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કરેલી આગાહીમાં જણાવ્યુ હતુ કે, ‘આગામી પાંચ દિવસમાં ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની કોઇ શક્યતા નથી.
આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૩૬.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ છે જ્યારે ગાંધીનગરમાં ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં સૌથી વધુ અમરેલીમાં ૩૮.૬ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ‘અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ હતુ કે, ‘આ સપ્તાહના મહત્તમ તાપમાનમાં કોઇ વધારે ફેરફારની સંભાવના નથી. તાપમાન ૪૦ ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના છે.
કોઇપણ પ્રકારની વો‹નગ આપવામાં નથી આવી. તો બીજી બાજુ તેમણે જણાવ્યુ છે કે, દરિયા કિનારે હવા ઉત્તર પશ્ચિમ દિશાથી ફૂંકાશે. દરિયાકાંઠે ૧૫થી ૨૦ માઇલ્સ પ્રતિ કલાકની ગતિ રહેશે. જમીન પર પણ ઉત્તર પશ્ચિમ દિશામાં હવા ફૂંકાઇ રહી છે.
આખુ સપ્તાહ આ રીતે જ હવાઓ ફૂંકાશે જે બાદપવનની દિશા બદલાશે. જેના કારણે તાપમાનમાં આગામી સપ્તાહથી થોડા વધારો જોવા મળશે.’તો આજે આપણે ભારતીય હવામાન વિભાગની આગાહી પણ જોઇએ. આઈએમડીની આગાહીમાં જણાવ્યા પ્રમાણે, આકરી ગરમીની સાથે આ મહિને અનેક જગ્યાએ વરસાદ પણ પડશે.
સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ઓછો વરસાદ પડે છે, પરંતુ આ વખતે આવું નહીં થાય. ગુજરાત સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય કેટલાક રાજ્યોમાં આ મહિને ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા અપડેટમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં અને મધ્ય ભારતના ઘણા ભાગો, ઉત્તરી દ્વીપકલ્પ ભારત, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે.
એપ્રિલ મહિનામાં પૂર્વ અને પશ્ચિમી દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની ધારણા છે.હવામાન નિષ્ણાતે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, એપ્રિલ મહિનાની શરુઆતથી વાદળછાયુ વાતાવરણ રહેશે.
૩ એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે. આ ઉપરાંત ૬થી ૮ એપ્રિલમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ૮અને ૯ એપ્રિલના પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. ૧૨થી ૧૪ એપ્રિલમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેશે. ૨૨થી ૨૩ એપ્રિલમાં પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. અને આ પછી ૨૩થી ૨૫ એપ્રિલના પણ વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે તેવી સંભાવનાઓ છે.SS1MS