માઉન્ટ આબુમાં પારો માઇનસ ૭ ડિગ્રી ગગડતા પ્રવાસીઓ ઠૂઠવાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/Mount-Abu-1.jpg)
આબુ, રાજસ્થાનના પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ૭ ડિગ્રી જેટલુ નીચુ નોંધાયુ છે. જેમાં ૨૮ વર્ષ બાદ માઉન્ટ આબુનું તાપમાન આટલુ નીચુ નોંધાયુ છે..સમગ્ર ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની અસર માઉન્ટ આબુમાં પણ વર્તાઈ રહી છે. માઉન્ટ આબુમાં ઠેર ઠેર બરફના થર જામી ગયા છે.
રાજસ્થાનના પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ૭ ડિગ્રી જેટલુ નીચુ નોંધાયુ છે. જેમાં ૨૮ વર્ષ બાદ માઉન્ટ આબુનું તાપમાન આટલુ નીચુ નોંધાયુ છે.સમગ્ર ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની અસર માઉન્ટ આબુમાં પણ વર્તાઈ રહી છે.
માઉન્ટ આબુમાં ઠેર ઠેર બરફના થર જામી ગયા છે..જેથી ગુજરાતથી આવેલા પ્રવાસીઓને પણ મજા પડી ગઈ છે.જાે કે ઠંડીનું જાેર વધુ રહેતા સ્થાનિકોનું જનજીવન ખોરવાઈ ગયુ છે..લોકો લાંબા સમયથી ઘરમાં જ પૂરી રહેવા મજબૂર બન્યા છે.
ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ બરાબર જામ્યો છે.ત્યારે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડી પડતા સહેલાણીઓ ઠુંઠવાયા હતા અને ચારે તરફ આબુમાં બરફની ચાદર છવાઈ હતી.
આ ઉપરાંત હાલ, કાશ્મીર ખીણમાં ખૂબ જ જાેરદાર પવન પણ ફૂંકાયો હતો, ત્યારબાદ લોકોને તેમના ઘરના દરવાજા બંધ રાખવાની સલાહ આપવામાં આવી હતી. જેથી બરફનું તોફાન કોઈને નુકસાન ના પહોચાડી શકે. આ દરમિયાન એટલી બધી હિમવર્ષા થઈ હતી કે,કન્સ્ટ્રક્શન કંપનીની બેરેકની છત પર બરફની જાડી ચાદર સર્જાઈ ગઈ હતી.
આ પહેલા સોનમર્ગમાં હિમપ્રપાતને કારણે બે મજૂરોના મોત થયા હતા. હિમપ્રપાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે. અહેવાલો અનુસાર, આ હિમપ્રપાતનો વીડિયો સોનમર્ગના બાલતાલમાં બતાવવામાં આવ્યો છે.HS1MS