Western Times News

Gujarati News

૨૪ મે બાદ તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રી ઘટાડો નોંધાશે

અમદાવાદ, રાજ્યમાં ગરમી પોતાના તેવર દેખાડી રહી છે. બીજી બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યુ છે. જેના કારણે લોકોને ગરમી સાથે બફારાનો ડબલ માર સહન કરવો પડી રહ્યો છે. આ ગરમી અને બફારા વચ્ચે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, હાલ પાંચ દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીથી વધવાનો છે.the temperature will drop by 1 to 2 degrees After May 24

જ્યારે હાલ કમોસમી વરસાદની કોઇ સંભાવના નથી. અમદાવાદના હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૈહાણના જણાવ્યા પ્રમાણે, આગામી ૫ દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે. જ્યારે તાપમાનની વાત કરીએ તો તેમાં મોટા ફેરફાર થવાની સંભાવનાઓ નથી.

અમદાવાદમાં આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમણે એમ પણ જણાવ્યુ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભેજનું પ્રમાણ વધવા લાગશે તેમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની સંભાવના છે.

આ સિવાય ગાંધીનગર, રાજકોટ, અમરેલી, કંડલા, ભૂજ, વલ્લભ વિદ્યાનગરમાં આગામી પાંચ દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ રહેશે. પરંતુ વરસાદ થવાની કોઈ સંભાવના ના હોવાનું પણ જણાવાયુ છે. આ સાથે તેમણે આગાહી પણ કરી છે કે, ત્રણ દિવસ બાદ ગરમીમાં આંશિક રાહત રહેશે અને તાપમાનમાં ઘટાડો થશે.

૨૪ મે બાદ તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રી ઘટાડો નોંધાશે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અંગે રોહીણી નક્ષત્ર જાેઇને ચોમાસા અંગે પુર્વાનુમાન કર્યુ છે. મે મહિનામાં એટલે કે, ચોમાસા પહેલા વાવાઝોડા સક્રિય થતા હોય છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા મોચા વાવાઝોડું નબળું પડી ગયુ છે.

હવામાન નિષ્ણાતો પ્રમાણે, હવે અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થશે. કચ્છના નાના રણમાં ચક્રવાત સર્જાયું હતું. જેનો લાઇવ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો હતો. જે જાેયા બાદ રણકાંઠાના લોકોને વિચારતા કરી મૂક્યા છે.

એમાં આ વીડિયો બનાવનારા મુલાડા ગામના ભરતભાઇએ જણાવ્યું હતું કે, કાલે ૬ વાગ્યાની આસપાસ મીઠાગોઢા નાગબાઈ રણમાં હતા ત્યારે આકાશમાં ચકરી વાવાઝોડાનો લાઈવ વીડિયો અમે બનાવ્યો હતો. પ્રથમ તો આ દૃશ્ય જાેઇને અમે ડરી જ ગયા હતા. જાેકે, લોકો પણ આ વીડિયો જાેઇને ગભરાવવા લાગ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.