શેર બજારમાં વધારે પૈસા કમાવાની લાલચ ૧૫ લાખ રૂપિયામાં પડી
સુરત, ધ માર્કેટ જનરલ કંપની તથા એએબી અસોસિએટ કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી શેર માર્કેટમાં રોકાણ કરવાની ટીપ્સ આપવાની લોભામણી અને લલચામણી વાતો કરી અલગ અલગ સર્વિસ ચાર્જ જણાવી એક વ્યક્તિ પાસેથી ૧૫,૮૬,૯૦૦ રૂપિયા વસૂલ કરીને છેતરપિંડી કરનાર આરોપીઓને ઇન્દોર, મધ્યપ્રદેશથી સાઇબર ક્રાઇમ સેલે ધરપકડ કરી છે.
સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો એક ગુનો દાખલ થયો હતો. ૨૨/૦૭/૨૦૨૧ થી તા.૧૨/૧૨/૨૦૨૧ દરમિયાન ફરિયાદીને લોકેન રાજપુત, જીતેન, રોહિત, રઘુરાજ અને રીયા જૈન તરફથી ફોન કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તે ધ માર્કેટ જનરલ કંપની તથા એએબી એસોસિએટ કંપનીમાંથી બોલે છે.
ત્યારબાદ ફોન કરનારે ફરિયાદીને શેર માર્કેટમાં રોકાણ કરી વધારે પૈસા કમાવાની ટીપ આપશે તેવું કહીને તેમનો વિશ્વાસ કેળવી લીધો હતો. જે બાદમાં અલગ અલગ સર્વિસ ચાર્જ જણાવી ફરિયાદી પાસેથી રૂ.૧૫,૮૬,૯૦૦ પડાવી લીધા હતા. આ ઉપરાંત ફરિયાદીને એન્જલ બ્રોકિંગના ડીમેટ એકાઉન્ટમાં ૮૦,૦૦૦૦ રૂપિયાનું નુકસાન કરાવીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. ફરિયાદીને આ બાબતે જાણ થતા તેમને તાત્કાલિક સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી હતી.
પોલીસે તપાસ દરમિયાન આરોપી રાહુલ બોદડે, લોકેન રાજપુત, જિતેનને મધ્યપ્રદેશના ઈન્દોરમાંથી ઝડપી પાડ્યા હતા. પકડાયેલા ઈસમોએ આ પ્રકારે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં અનેક ગુના ઉકેલાય તેવી શક્યતા રહેલી છે. જાેકે, પકડાયેલા ઈસમો આખી ટીમ કેટલા સમયથી અને કોની કોની સાથે રહીને આવી છેતરપિંડી કરતા હતા તેમેજ આવો આઇડિયા તેમને ક્યાંથી આવ્યો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ આરોપીઓની ધરપકડ બાદ વધુ તપાસ કરી રહી છે.SS1MS