Western Times News

Gujarati News

અર્બુદાનગરમાં અસામાજિક તત્વોના આતંકથી રહીશોમાં દહેશત ફેલાઈ

પ્રતિકાત્મક

ઓઢવ પોલીસે બાઈક પર આવેલા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ શરૂ કરી છે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ઓઢવમાં અર્બુદાનગરમાં અસામાજિક તત્વોનો આતંક જાેવા મળ્યો છે, જેમાં ૮ જેટલા વાહનોમાં તોડફોડ કરીને દહેશત ફેલાવવામાં આવી છે. ઓઢવ પોલીસે બાઈક પર આવેલા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ શરૂ કરી છે. ત્યારે શું હતી સમગ્ર ઘટના?

ઓઢવમાં આવેલા અર્બુદાનગરમાં અસામાજિક તત્વોના આંતકથી રહીશોમાં દહેશત ફેલાઈ છે. સીસીટીવી ફુટેજમાં અસામાજિક તત્વોનો આતંક કેદ થયો છે. ૩ જેટલા બાઈક પર આવેલા અસામાજિક તત્વોએ લાકડીઓ અને ખુલ્લી તલવારથી તોડફોડ કરી છે. સોસાયટીમાં પાર્ક કરેલી ૮ જેટલી કાર અને એક લોડિંગ રિક્ષાના કાચ તોડી નાખ્યા છે.

અચાનક તોડફોડના અવાજથી સ્થાનિક રહીશો ગભરાઈ ગયા અને બહાર નીકળ્યા તો વાહનોમાં તોડફોડ કરીને લુખ્ખા તત્વો ફરાર થઇ ગયા હતા. ઓઢવ પોલીસે તોડફોડ અને આતંકને લઈને અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મોડી રાત્રે બાઈક પર આવેલા અસામાજિક તત્વોને પકડવા જુદી જુદી ટીમો બનાવી છે.

આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા છે. જેથી જુદા જુદા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા લુખ્ખા તત્વોના સીસીટીવી ફુટેજના આધારે બાઈકના પાસિંગ નંબર તપાસીને શોધખોળ શરૂ કરી છે.અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે.

લૂંટ, હત્યા અને ચોરીની ઘટનાઓ સાથે અસામાજિક તત્વોનોની દહેશત વધી છે. સામાન્ય વ્યક્તિ હવે સુરક્ષાને લઈને સવાલ કરે છે. ત્યારે હવે ગુનેગારો પર નિયંત્રણ આવશે કે નહીં મોટો પ્રશ્ન છે. હાલમાં ઓઢવના અર્બુદાનગરને બાનમાં લેનારા આરોપીને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.