લો બોલો- સ્મશાનની લોખંડની ચેનલોની ચોરી કરનાર ઝડપાયો
લોખંડની ચેનલની ચોરી કરી ભંગારના ગોડાઉનના માલીકને વેચી દીધી હતી
હિમતનગર, હિંમતનગર તાલુકાના હાપા ગામના સ્મશાનની લોખંડની ચેનલોની ચોરી કરનારને હિંમતનગર બી ડીવીઝન પોલીસે ઝડપી લીધો હતો. તેમજ ચોરીની લોખંડની એગલો લેનારા ભંગારની પણ ઝડપી લઈ હિંમતનગર બી ડીવીઝન પોલીીસે ચોરીમાં સંડોવાયેલા વધુ બે જણાની ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી.
પીએસઆઈ ડી.સી.પરમાર તથા વી.આર. ચૌહાણ ડી.સ્ટાફના માણસો સાથે પેટ્રોલીગ કરી રહયા હતા. ત્યારે માહિતી મળી હતી ક ે હાપા ગામના સ્મશાનમાંથી લોંખંડની ચેનલોની ચોરી કરનાર હાલ કાટવાડ રોડ નજીક બાઈક લઈને ઉભો છે. પોલીસે તેની પુછપરછ કરતાં તેણે તેનું નામ કરણસિંહ જગતસિંહ મકવાણા રહે. હાપા દેસાઈ ફળીયું જણાવ્યું હતું.
પોલીસે વધુ પુછપરછ કરતાં સ્મ્શાનમાંથી ચોરાયેલી લોખંડની ચેનલોની ચોરી કરી હોવાનું તેમજ ગામના દીલાવરસિંહ ઉર્ફે દીલુસિંહ ઉદેસિંહ પરમાર તથા દીવાનસિંહ મુકેશસિંહ પરમારે ભેગા મળીીને લોખંડની ચેનલ નંગ ૧૩ ની ચોરી કરી બાયપાસ રોડ પર આવેલ ભોલેનાથ ભંગારીના ગોડાઉન માલીક મોતીસિંહ ઝાલમસિંહ સોલંકી
હાલ રહે. રાયકાનગર, સોલંકી હાલ રહે. રાયકાનગર હડીયોલપુર છાપરીયાને વેચ્યાનું જણાવ્યું હતું. પોલીસે ગોડાઉન પર જઈ તપાસ કરતા લોખંડની ચેનલ નંગ૧૩ તથા બાઈક મળી કુલ ર૭,૬૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે ચોરીના ગુનામાં સંડોવાયેલા દિલાવરસિંહ પરમાર તથા દીવાનસિંહ પરમારને પકડવાનો ચક્રો ગતિમાન કર્યા છે.