Western Times News

Gujarati News

જાનૈયા પાસેથી ચોર પહેરામણીના દોઢ લાખના દાગીના ઉઠાવી ગયો

અમદાવાદ, હાલમાં રાજ્યમાં ઠેર ઠેર લગ્નો ચાલી રહ્યાં છે, લગ્ન સિઝન પુરજાેશમાં છે, ત્યારે આ બધાની વચ્ચે એક લગ્નમાં બનેલી ચોરીની ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે, ખરેખરમાં, અમદાવાદમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન મોટી ચોરી થઇ છે. અહીં ચોરોએ જાનૈયા પાસેથી અંદાજિત દોઢ લાખના દાગીના ચોરી લીધા છે.

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આ ચોરીની ઘટના ઘટી છે. રાજકોટથી જાન લઇને જાનૈયા અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં લગ્નમાં આવ્યા હતા, જ્યારે લગ્ન પ્રસંગ તપોવન સર્કલ પાસે આવેલી ફન પૉઇન્ટ ગાર્ડન રેસ્ટૉરન્ટમાં ચાલી રહ્યો હતો, તમામ લોકો લગ્નમાં વ્યસ્ત હતા તે સમયે ચોરો તકનો લાભ ઉઠાવીને એક મહિલાની બેગમાંથી ૧.૩૦ લાખના દાગીના ચોરી લીધા હતા, આ દાગીના લગ્નમાં પહેરામણી માટેના હતા.

હાલ આ ચોરીની ઘટના અંગે ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સુરતમાં વધુ એક મોટી ચોરીની ઘટનાને ચોરોએ અંજામ આપ્યો છે, આ સાથે જ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્‌યા છે.

સુરતના કતારગામ વિસ્તારમાં ગઇ મધરાત્રે એક બંગલામાં ચોર ઘૂસ્યા અને ૬.૮૮ લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. ખાસ વાત છે કે, જ્યારે આ ઘટના ઘટની તે સમયે બંગલાના માલિક વેપારી દમણ ફરવા ગયા હતા, જાેકે, ઘરમાં લાગેલા કેમેરાનો સીસીટીવી વીડિયો મોબાઇલ જાેયો ત્યારે ચોર મોબાઇલમાં દેખાય હતા. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં ચોરીની ઘટનાથી પોલીસ તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્‌યા છે. હાલમાં જ સુરતના કતારગામ પોલીસની હદમાં આવેલા એક બંગલામાં ૬ લાખથી વધુની ચોરી થઇ છે. શહેરના સુમુલ ડેરી રૉડ નજીક એક બંધ બંગલામાં ગઇ મધરાત્રે બે ચોર ઘૂસ્યા હતા, આ ચોરોએ ચોરી કરવા માટે રસોડાની ગ્રીલ કાપીને ઘરની અંદર એન્ટ્રી કરી હતી, ત્યારબાદ ઘરમાંથી ૬.૮૮ લાખની મતા ચોરીને ફરાર થઇ ગયા હતા.

જ્યારે ચોર ઘરમાં ઘૂસ્યા તે સમયે ઘરના હૉલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઇ ગઇ હતી, અને આ સીસીટીવી કેમેરાનું નૉટિફિકેશન માલિક વેપારીને પહોંચ્યુ હતુ. જ્યારે ચોર ચોરી કરવા ઘરમાં ઘૂસ્યા હતા તે સમયે માલિક સુરતમાંથી બહાર દમણ ફરવા ગયા હતા. ચોરે સીસીટીવીમાં કોઇપણ સીન રેકોર્ડ ના થાયે તે માટે કપડું પણ ઢાંકી દીધુ હતુ, જાેકે, તે પહેલા કેટલાક સીન કેપ્ચર થઇ ગયા હતા. હાલમાં આ સમગ્ર ઘટના અંગે સુરતના કતારગામ પોલીસે ગુનો નોંધીને સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરમાં બે સ્થળો પર ચોરીની ઘટના બની છે. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં તસ્કરો ત્રાટકી રૂપિયા ૧.૨૨ લાખની મત્તા ઉઠાવી ગયા હતા. પરિવાર પાલીતાણા હાથસણી ગામે વતન ગયો હતો અને તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. અજાણ્યા શખ્સોએ રહેણાકી મકાનમાં મેઈન દરવાજાના તાળા તોડી ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરી કરી નાસી છૂટ્યા હતા.

મકાનમાં પ્રવેશ કરી કબાટમાં રાખેલા રૂપિયા ૫૦,૦૦૦ રોકડ સોનાની બે નંગ બુટી, લેપટોપ, રૂપિયા ભરેલો લાકડાનો ગલ્લો અને એક મોબાઇલ મળી કુલ રૂપિયા ૧,૨૨,૯૯૮ ના મુદ્દામાલની ચોરી થયાની નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જયારે શહેરના રિંગ રોડ પર આવેલી સોસાયટીમાં પણ ચોરીની ઘટના બની હતી.

સમ્રાજ્ય સોસાયટીમાં રહેતા એડવોકેટ પરિવાર માતાના ઘરે ગયા હતા. તે સમયે તસ્કરો ત્રાટકી સોનના દાગીના અને રોકડ સહીત રૂપિયા ૧.૭૫ લાખ ઉઠાવી નાસી છૂટ્યા હતા. જે બનાવ અંગે ઘોઘારોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને ઘટનામાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.