ચોરી કરવા આવેલા ચોરનું માથું આખી રાત દરવાજામાં ફસાઈ રહ્યું
વારાણસી, ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લામાંથી એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લામાંથી એક પારવરલૂમમાં ચોરી કરવા ઘુસેલા એક યુવકનું દરવાજા પર કરુણ મોત થયું છે. આપને જણાવી દઈએ કે, ચોરી કરવા આવેલા યુવકનું માથુ દરવાજાની અંદર ફસાઈ ગયું હતું.
જ્યારે તેનું આખુ શરીર બહાર હતું. યુવક દરવાજામાં એવી રીતે ફસાઈ ગયો હતો કે, ન તો તે અંદર જઈ શકતો હતો, ન તો બહાર નિકળી શકતો હતો. જેના કારણે તે તડપીને મરી ગયો. તો વળી સવારે જ્યારે સ્થાનિક લોકોએ યુવકને આવી રીતે દરવાજા સાથે ચોંટેલો જાેયો તો, બૂમો પાડી ઉઠ્યા હતા.
ત્યાર બાદ પોલીસને સૂચના આપવામાં આવી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે યુવકને આવી રીતે ફસાયેલો જાેઈને ચોંકી ગઈ. કહેવાય છે કે, આ ઘટના શનિવાર રાતે સારનાથ પોલીસ ચોકીના તાડીખાના વિસ્તારમાં આવેલા પાવરલૂમની છે. ગત શનિવાર રાતે દાનિયાલપુરનો રહેવાસી ૨૨ વર્ષિય જાવેદ ચોરી કરવાના ઈરાદા સાથે રહમતુલ્લાના પાવરલૂમમાં ઘુસી રહ્યો હતો.
આ દરમિયાન જ્યારે દરવાજાથી અંદર જવા લાગ્યો તો, તેની ડોક દરવાજામાં ફસાઈ ગઈ. આશંકા છે કે, દમ ઘુટાવાના કારણે આ યુવકનું મોત થઈ ગયું છે. હાલમાં પોલીસે કોઈ ચોરીની આશંકા વ્યક્ત કરી નથી. તો વળી સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે, જાવેદ ચોરી કરવાના ઈરાદા સાથે અંદર ઘુસ્યો હતો.
આ દરમિયાન દરવાજાના બંને બારણા વચ્ચે ફસાઈ જવાના કારણે તે બહાર નિકળી શક્યો નહીં. યુવકનું માથુ દરવાજામાં ફસાઈ ગયું અને તેને દમ ઘુટાવા લાગતા તડપી તડપીને મરી ગયો હતો. આપને જણાવી દઈએ કે, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ તપાસ કરી રહી છે.
શરુઆતી તપાસમાં એ સામે આવ્યું છે કે, યુવકનું મોત શ્વાસ રુંધાવાના કારણે થયું છે. પોલીસે કહ્યું છે કે, આગળની તપાસ કરી રહ્યા છીએ, ત્યાર બાદ સત્ય હકીકત સામે આવશે.SS1MS