વાઘે કારમાં બેઠેલી મહિલાને ખેંચી, વીડિયો વાયરલ થયો

નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થાય છે, જેમાં લોકો જંગલી પ્રાણીઓ સાથે જાેડાયેલા વીડિયોને પસંદ કરવામાં આવતા હોય છે. આ વીડિયોમાં કેટલાક રૂવાટા ઉભા કરી દેતા હોય છે, જ્યારે કેટલાકને જાેઈને હૃદયના ધબકારા વધી જાય છે.
આવો જ એક વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ભૂખ્યો વાઘ રહેણાંક વિસ્તારમાં ઘૂસીને એક મહિલા પર હુમલો કરે છે. વીડિયો જાેયા પછી તમે થોડીવાર માટે આઘાતમાં આવી જશો.
હ્રદયકંપાવી ઉઠે તેવા વિડીયોમાં, એક વાઘ એક મહિલાને કારમાં બેસે તે પહેલા જ તેના પર ધક્કો મારે છે અને તેને ખેંચી જાય છે. ત્યાં હાજર લોકો પણ મહિલાને બચાવવાની કોશિશ કરે છે, પરંતુ તેમાંથી એક પણ વ્યક્તિ ટાઈગર સામેથી ટકી શકતો નથી. મહિલા પર હુમલો કર્યા બાદ તે તેને પોતાની સાથે ઢસડતો લઈ જાય છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે, કેટલાક લોકો રહેણાંક વિસ્તારમાં કાર પાર્ક કરે છે અને તેમાંથી બહાર આવે છે. આ દરમિયાન કારમાંથી એક મહિલા બીજી તરફ બેસવા માટે આવે છે. તેણી ઉભી રહે છે, જ્યારે વાઘ પાછળથી આવે છે અને તેણીને તેના પંજા વડે ખેંચી જાય છે.
આ દરમિયાન કેટલાક લોકો તેને બચાવવા માટે પણ દોડે છે, પરંતુ તેઓ ભૂખ્યા વાઘને રોકવાની કોઈની હિંમત ચાલી નહીં. આ વીડિયો એટલો ક્રૂર છે કે તમે જાેઈને દંગ રહી જશો. આ વીડિયો જાેઈને તમને ડરથી પરસેવો છૂટી જશે. આ વીડિયો ૬ વર્ષ પહેલાનો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના ચીનમાં બની છે, જે યુટ્યુબ પર પોસ્ટ થઈ ચૂકી છે. હાલમાં, આ વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર ‘animals_powers’ નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જાેયા બાદ લોકો ચોંકી ગયા છે.SS1MS