રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ ૪૬ ટકાથી વધુ વરસાદ નોંધાયો

ભરૂચના વાગરા તાલુકામાં સૌથી વધુ ૯ ઇંચ વરસાદ : રાજ્યના ૨૫ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ-રાજ્યના ૧૪૮ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૪૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં સૌથી વધુ ૯ ઇંચ વરસાદ તથા રાજ્યના અન્ય ૨૫ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય ૧૪૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૩ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતાં ૨૪ કલાક દરમિયાન વાગરા તાલુકામાં ૨૩૩ મિ.મી., અંજારમાં ૨૧૨ મિ.મી. મળી એમ બે તાલુકાઓમાં ૮ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ભુજમાં ૧૯૭ મિ.મી, વઘઈમાં ૧૭૪ મિ.મી, ગાંધીધામમાં ૧૭૧ મિ.મી, વાંસદામાં ૧૬૫ મિ.મી, આહવામાં ૧૬૦ મિ.મી, કરજણમાં ૧૪૯ મિ.મી મળી કુલ સાત તાલુકાઓમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે નખત્રાણામાં ૧૪૧ મિ.મી, ડોલવાણમાં ૧૪૧ મિ.મી, વ્યારામાં ૧૩૮ મિ.મી, સોનગઢમાં ૧૩૬ મિ.મી, રાજકોટમાં, ધનસુરા, માંડવી (સુરત)માં ૧૩૩ મિ.મી, ભરૂચમાં ૧૨૬ મિ.મી, મહુવામાં ૧૨૩ મિ.મી, સુબીરમાં ૧૧૫ મિ.મી, ખેડબ્રહ્મામાં ૧૧૪ મિ.મી, વાલોડમાં ૧૧૩ મિ.મી, જોડિયામાં ૧૧૨ મિ.મી, ઝઘડિયામાં, ઉમરપાડામાં ૧૦૨ મિ.મી, પાદરામાં ૧૦૧ મિ.મી, અંકલેશ્વરમાં ૧૦૦ મિ.મી, આમ કુલ ૨૫ તાલુકાઓમાં ૪ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત સુત્રાપાડા તાલુકામાં ૯૭ મિ.મી, અબડાસામાં ૯૦ મિ.મી, વાલિયામાં ૮૫ મિ.મી, બારડોલીમાં ૮૩ મિ.મી, માંડવી (કચ્છ)માં ૮૧ મિ.મી, વિસાવદરમાં ૮૦ મિ.મી, ભાભરમાં ૭૯ મિ.મી, ચોર્યાસી અને પલસાણામાં ૭૬ મિ.મી, મેંદરડામાં ૭૭ મિ.મી મળી કુલ ૧૦ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
જ્યારે વડોદરા તાલુકામાં ૭૨ મિ.મી, કપરાડામાં ૭૧ મિ.મી, નવસારીમાં અને મહુધામાં ૭૦ મિ.મી, મેઘરજમાં ૬૯ મિ.મી, મુન્દ્રામાં ૬૮ મિ.મી, કોડીનારમાં ૬૬ મિ.મી, હાંસોટમાં અને મોરબીમાં ૬૪ મિ.મી, માંગરોળમાં ૬૩ મિ.મી, નેત્રંગમાં, ભિલોડામાં ૬૦ મિ.મી,
આણંદમાં ૫૮ મિ.મી, કેશોદમાં, ડેડીયાપાડામાં, પોશિનામાં ૫૭ મિ.મી, ગીર ગઢડામાં, કામરેજમાં, આંકલાવમાં ૫૬ મિ.મી, નાંદોદમાં ૫૫ મિ.મી, જલાલપુરમાં ૫૪ મિ.મી, ખંભાળિયામાં ૫૩ મિ.મી, ગણદેવીમાં ૫૨ મિ.મી, જામનગરમાં ૫૧ મિ.મી, તાલાલામાં અને ચીખલીમાં ૫૦ મિ.મી મળી કુલ ૨૭ તાલુકાઓમાં ૨ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. તેમજ રાજ્યના અન્ય કુલ ૧૪૮ તાલુકાઓમાં ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૪૬ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૯૭.૫૪ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૫૭.૩૬ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૭.૨૩ ટકા, પૂર્વ ગુજરાતમાં ૩૭.૯૨ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૨૬.૨૫ ટકા મોસમનો કુલ સરેરાશ નોંધાયો હોવાના અહેવાલ છે.