Western Times News

Gujarati News

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૯.૯૭ ટકા

પ્રતિકાત્મક

સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૨૯.૯૮ ટકા વરસાદ નોંધાયો

રાજ્યના ૩૬ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ વરસ્યો-ભાવનગરમાં સૌથી વધુ ૪.૭૨ ઇંચ વરસાદ : રાજ્યના ૭ તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૪ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ભાવનગરમાં સૌથી વધુ ૪.૭૨ ઇંચ એટલે કે, ૧૧૮ મિ.મી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. જ્યારે રાજ્યના અન્ય ૭ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

જેમાં રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં ૯૪ મિ.મી અને લોધિકા તાલુકામાં ૮૨ મિ.મી., જામનગરના લાલપુરમાં ૮૪ મિ.મી., અમરેલીના બાબરામાં ૮૩ મિ.મી, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ૮૧ મિ.મી. કચ્છના ગાંધીધામમાં ૭૯ મિ.મી. અને સુરત શહેરમાં ૭૫ મિ.મી. વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ૭૪ મિ.મી. ભાવનગરના શિહોરમાં ૭૧ મિ.મી., સુસ્તના ઉમરપાડામાં ૭૦ મિ.મી., ગીર સોમનાથના વેરાવળમાં અને બોટાદના ગઢડામાં ૬૮ મિ.મી., તાપીના ડોલવણમાં ૬૩ મિ.મી., વલસાડના કપરાડા અને તાપીના વ્યારામાં ૬૧ મિ.મી.,

કચ્છના અંજાર અને મહેસાણાના સતલાસણામાં ૬૦ મિ.મી., નર્મદાના નાંદોદમાં ૫૬ મિ.મી. ગીર સોમનાથના સુત્રાપાડામા અને સાબરકાંઠાના ઇડરમાં ૫૫ મિ.મી.. ભાવનગરના ઉંમરાળામાં ૫૪ મિ.મી., રાજકોટમાં ૫૧ મિ.મી., અને ભરૂચમાં ૫૦ મિ.મી. એમ મળી કુલ ૧૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૩૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ  વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૯.૯૭ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૨૯.૯૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૨.૯૬ ટકા ઉત્તર ગુજરાતમાં ૫૯.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૬.૦૪ ટકા, પૂર્વ ગુજરાતમાં ૫૩.૫૬ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.