Western Times News

Gujarati News

ગુજરાત રાજ્યમાં સિઝનનો કુલ ૮૧ ટકા વરસાદ

અમદાવાદ, રાજ્યમાં હાલ મેઘરાજા જાણે આરામના મૂડમાં હોય તેમ ઓગસ્ટ મહિનામાં ખાસ વરસાદ વરસ્યો નથી. ત્યારે જૂન અને જુલાઈમાં શ્રીકાર વરસેલા વરસાદ સાથે રાજ્યમાં સિઝનનો કુલ ૮૧ ટકાથી વધારે વરસાદ વરસ્યો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૩૬ ટકા વરસાદ નોંધાયો છે.

જ્યારે મધ્ય ગુજરાતમાં ૬૬ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ડેમની સ્થિતિ પર નજર કરીએ તો સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં ૮૩.૯૨ ટકા પાણીનો જથ્થો સંગ્રાયેલો છે. જ્યારે સૌથી ઓછો પાણીનો સંગ્રહ મધ્ય ગુજરાતના ૧૫ ડેમમાં માત્ર ૪૯.૨૦ ટકા પાણીનો જથ્થો છે. મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં સિઝનનો સરેરાશ ૮૧.૫૪ ટકા વરસાદ નોંધાયો છે.

આંકડા જાેઇએ તો કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૩૬ ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ ૧૧૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો ૭૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૮ ટકા, મધ્ય ગુજરાતમાં ૬૬ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના ૨૦૭ ડેમની સ્થિતિ જાેઇએ તો, સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમમાં ૮૩.૯૨ ટકા પાણીનો જથ્થો છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૭૬.૫૨ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૭૩.૯૯ ટકા પાણીનો જથ્થો છે.

કચ્છના ૨૦ ડેમમાં ૬૪.૭૫ ટકા પાણીનો જથ્થો છે. જ્યારે મધ્ય ગુજરાતના ૧૫ ડેમમાં ૪૯.૨૦ ટકા પાણીનો જથ્થો નોંધાયો છે. આ સાથે સરદાર સરોવર ડેમની સ્થિતિ જાેઇએ તો, ૭૮.૬૧ ટકા પાણીનો જથ્થો છે. બોટાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયુ છે. શહેરના ઘણા વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

શહેરમાં પાળિયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ, સાળંગપુર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ શહેરમાં વરસાદ વરસતા લોકો અને ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. રાજ્યના હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર ડો. મનોરમા મોહંતી દ્વારા રાજ્યના હવામાન અંગેની સંભાવનાઓ વ્યક્ત કરીને બુધવારે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, મોટાભાગે હળવા વરસાદની શક્યતાઓ છે.

હવામાન કેન્દ્ર દ્વારા આજના વરસાદ અંગે સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર-કચ્છ સિવાય)માં બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની સંભવાના વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત હવામાન અંગે આગાહી જણાવતા કહ્યુ હતુ કે, અલનિનોની અસરના કારણે વરસાદની સ્થિતિ બરાબર રહી શકશે નહીં. સિસ્ટમ નથી બની રહી છતાં કોઈકોઈ સ્થાનિક ગતિવિધીના કારણે વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહેશે. તારીખ ૨૪થી ૨૬ ઓગસ્ટના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે હળવા ઝાંપટા પડવાની શક્યતા રહેશે. ૨૯થી ૩૧ ઓગસ્ટના વરસાદી ઝાંપટા વધશે. ૨૯ ઓગસ્ટ આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. પરંતુ ૩૧ ઓગસ્ટ આસપાસ હોંગકોગ બાજુ બનતુ ચક્રવાત બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.