ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં કેરીની કુલ આવક ૨૩૮૦ ક્વિન્ટલ નોંધાઈ
જૂનાગઢ, કેરીની સીઝન હવે પૂર્ણ થવામાં છે. ત્યારે હાલમાં મબલખ આવક કેરીની થઈ રહી છે. આવકની સાથે કેરીમાં ભાવનો ઘટાડો પણ એટલો જ થયો છે. જે કેરીની શરૂઆત ૫૦૦ રૂપિયા કિલોથી હતી. તે કેરીના એક બોક્સનો ઊંચો ભાવ આજે ૫૫૦ રૂપિયા બોલાયો છે. આજે કેરીની કુલ આવક ૨૩૮૦ ક્વિન્ટલ નોંધાઈ છે.
જેમાં કેરીનો એક મણનો નીચો ભાવ ૩૫૦ જ્યારે એક મણનો ઊંચો ભાવ ૧૧૦૦ નોંધાયો છે. એક બોક્સના હિસાબે જાે ભાવ કરવામાં આવે તો એક એક મણ કેરીના ૩૫૦ લેખે દસ કિલોના એક બોક્સના ૧૭૫ થયા અને ઊંચા ભાવ લેખે એક મણના ૧૧૦૦ હિસાબે દસ કિલોના એક બોક્સના ૫૫૦ રૂપિયા થયા. ઉનાળામાં ફળની બજારમાં કેરી સિવાય બીજા ફળોની આવક સદંતર ઘટી ગઈ છે. આજે ફક્ત કેરી અને દાડમની આવક નોંધાઈ છે. તે સિવાય એક પણ ફળની આવક નોંધાઈ નથી.
ત્યારે હવે કેરીની સીઝનના થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે સ્વાદ રસિકો ભાવ ઓછા થતા ભરપૂર આનંદ લઈ રહ્યા છે. કેસર કેરી ના ભાવમાં ગઈકાલે વધારો જાેવા મળ્યો હતો. ગઈકાલે ૨૪૧૧ ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી. જેમાં એક મણનો ઊંચો ભાવ ૧૪૦૦ અને એક મણનો નીચો ભાવ ૫૦૦ નોંધાયો હતો જ્યારે આજે એક મણનો ઊંચો ભાવ સીધો ઘટીને ૧૧૦૦ નોંધાયો છે. સામે એક મણના નીચા ભાવમાં પણ ગઈકાલ કરતા આજે ૧૫૦ રૂપિયા ઓછા નોંધાયા છે.
આ સાથે ગઈકાલ કરતા આજે કેરીની આવકમાં ૨૧ ક્વિન્ટલનો ઘટાડો નોંધાયો છે. આજે ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં કેરી અને દાડમની જ આવક નોંધાય છે. જેમાં ૨૩૮૦ ક્વિન્ટલ કેરીની આવક સામે એક મણ કેરીનો ઊંચો ભાવ ૧૧૦૦ જ્યારે નીચો ભાવ ૩૫૦ નોંધાયો હતો. જ્યારે દાડમની પાંચ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ ૧૪૦૦ અને એક મણનો નીચો ભાવ ૩૦૦ નોંધાયો હતો.SS1MS