85 લાખનું મટીરીયલ લઈને 76 લાખ જ ચુકવી કંપનીના ડિરેકટરોએ વેપારી સાથે છેતરપિંડી કરી
કૃતિ પાવર પ્રોજેકટની પ્રા.લી. કંપનીના ડાયરેકટર અમોલ ઠકકર નયન પટેલ અને પુજા કાંમબરીયા પૈસા ચુકવા માટે ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા.-ત્રણ વેપારીએ લોખંડના વેપારીને રૂા. ૮.૬૧ લાખનો ચુનો લગાવ્યો
(એજન્સી)અમદાવાદ, સોલાના એક વેપારીને અન્ય વેપારીઓને ૮.૬૧ લાખનો ચુનો લગાવ્યો છે. સોલામાં રહેતા વેપારી પાસેથી અન્ય વેપારીઓએ રૂા.૮પ.૧પ લાખનું ઈમારત બાંધકામમાં મટીરીયલ ખરીધું હતું. બાદમાં વેેપારીને માલ પેટે રૂા.૭૬.પ૪ લાખ ચુકવી આપ્યા હતા.
બાકીના રૂા.૮.૬૧ લાખ ન ચુકવવા માટે ત્રણ વેપારી ગલ્લાતલ્લા કરતા હતા. તેથી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ વેપારીને થતા તેમણે સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
સોલામાં રહેતા યોગેશકુમાર પટેલ બિલ્ડીગ મટીરીયલ્સની કંપની ધરાવે છે. ર૩ ડીસેમ્બરે કૃતિ પાવર પ્રોજેકટ કંપનીમાંથી યોગેશભાઈને ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે, અમારે બિલ્ડીગ બાંધકામ મટીરીયલ્સ જાેઈએ છે. તેમણે તેનું લીસ્ટ પણ વોટસએપ મોકલી આપ્યું હતું. તેથી યોગેશકુમારે ઓર્ડર પ્રમાણેનો કુલ રૂા.૮પ.૧પ લાખનો માલ મોકલી આપ્યો હતો.
બાદમાં કૃતિ પાવર પ્રોજેકટ કંપનીએ ટુકડે ટુકડે ૭૬.પ૪ લાખ ચુકવી આપ્યા હતા. બાકીના રૂા.૮.૬૧ લાખ પછી ચુકવી આપવા જણાવ્યું હતું. થોડા દિવસ પછી પૈસાની માગણી કરી ત્યારે કૃતિ પાવર પ્રોજેકટની પ્રા.લી. કંપનીના ડાયરેકટર અમોલ ઠકકર નયન પટેલ અને પુજા કાંમબરીયા પૈસા ચુકવા માટે ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા.
તેથી પોતાની સાથે રૂા.૮.૬૧ લાખની ઠગાઈ થઈ હોવાની જાણ યોગેશકુમારને થતા તેમણે સોલા પોલીસ સ્ટેશનમાં અમોલ ઠકકર નયન પટેલ અને પુજા કાંમબરીયા સામે ફરીયાદ નોધાવી છે.