ટ્રાફિક કંટ્રોલરે એસટી વિભાગને 87 હજારનો ચુનો લગાડ્યો
(એજન્સી)જુનાગઢ, જુનાગઢ એસટી વિભાગમાં ફરજ બજાવતા ટ્રાફિક કંટ્રોલરે એસટી વિભાગને ૮૭ હજારનો ચુનો લગાડ્યો હતો. જુનાગઢ એસટી વિભાગમાં જાન્યુઆરી ૨૦૨૨ થી લઇ ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં ટ્રાફિક કંટ્રોલરે ૮૧ જેટલા ડુબલીકેટ પાસ ઇસ્યુ કરી દીધા. અને ઇશ્યૂ કરાયેલા ૮૧ પાસની ૮૭,૦૦૦ જેટલી રકમની એસટી વિભાગ સાથે છેતરપિંડી કરી હતી.
એસટી વિભાગની ટીમ દ્વારા આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા ટ્રાફિક કંટ્રોલર સુભાષ મહેતા નામના કર્મચારીએ છેતરપિંડી કર્યાનું સામે આવતા. જુનાગઢ એસટી ડેપોના મેનેજર દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.