ગુનાખોરી આચરતી રીક્ષા ગેંગ પર હવે ટ્રાફિક પોલીસની પણ નજર
શંકાસ્પદ પેેસેન્જરની ટ્રાફિક પોલીસ પૂછપરછ કરીને અંગ જડતી કરશેઃ જાે પેસેન્જર કે રીક્ષાચાલક પાસેથી હથિયાર મળશે તો સીધી લોકલ પોલીસનેે જાણ કરવામાં આવશે
(એજન્સી) અમદાવાદ, શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઉંચેને ઉંચે જઈ રહ્યો છે. જેને ઘટાડવા માટેે પોલીસ એડીચોટીનું જાેર લગાવી રહી છે. The traffic police is now also watching the criminal rickshaw gang
મોબાઈલ, પર્સ તેમજ ચેઈન સ્નેચીંગ, ચોરી, લુંટની ઘટનાઓ સૌથી વધુ બની રહી છે. તેની સાથે સાથેે ગુનો આાચરતી રીક્ષા ગેંગનો ત્રાસ પણ વધી રહ્યો છે. રીક્ષાચાલકો તેના સાગરીતો સાથે મળીને પેસેન્જરને લૂંટી રહ્યા છે. જેના પર કંટ્રોલ લાવવા માટે ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર પ્રેમવીરસિંઘે ઉચ્ચ અધિકારીઓને આદેશ આપ્યા છે.
સ્થાનિક પોલીસની સાથેે ટ્રાફિક પોલીસને પણ રીક્ષાચાલક પર બાજનજર રાખવાની સુચના આપી દેેવાઈ છે. હવે ટ્રાફિક પોલીસ પણ રીક્ષાચાલક પર વૉચ રાખશે અને શકમંદ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરશે.
અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ નિવૃત્ત્ થતાં તેમની જગ્યા પર ક્રાઈમ બ્રાંચના જેસીપી પ્રેમવીરસિંઘને ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર બનાવવામાં આવ્યા છે. પોીસ કમિશ્નરનો ચાર્જ સંભાળવાની સાથે જ ગઈકાલે પ્રેમવીરસિંહેે આઈપીએસ અધિકારીઓની એક બેઠક બોલાવી હતી
અને જેમાં શહેરના ક્રાઈમ કંંટ્રોલ કરવાના ે અલગ અલગ મુદ્દાઓ પર મહત્ત્વની ચર્ચા કરવામાં આવી હતી. ઉચચ અધિકારીઓની મીટીંગમાં મહત્ત્વના મુદ્દાઓ ગુનાખોરી આચરતી રીક્ષાગેંગનો હતો.
શહેરમાં ગુનાખોરી આચરતી કેટલીક રીક્ષા ગેંગ છે. જે પસેેન્જરોનેે યેનકેન પ્રકારે લૂંટી લેતી હોય છે. આવી ગેંગને ઝડપી પાડવા તેમજ તેમના પર વૉચ રાખવાના આદેશ શહરેના તમામ પોલીસ સ્ટેશનને આપી દેવાયા છે. આ સિવાય રીક્ષા ગેંગનેે ઝડપી પાડવાની જવાબદારી પણ હવે ટ્રાફિક પોલીસને આપવામાં આવી છે. ટ્રાફિક પોલીસ પણ હવે ગુનાખોરી આચરતી રીક્ષા ગેંગને ઝડપી પાડશે.
કેટલીક રીક્ષામાં ચોરી, લૂંટ કરતી ગેંગ હોય છે. પેેસૈન્જરોને બેસાડીને ે તેમને છરીની અણીએ લૂંટી લેવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે પેસેન્જરોના સ્વાંગમાં બેઠેેેલા ગઠીયાઓ નજર ચૂકવીને કિંમતી દાગીના ચોરી કરતા હોવાના પણ અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે.
કેટલાંક રીક્ષાચાલકોની ગુનાખોરીની નીતિને કારણે બીજા નિર્દોષ રીક્ષાચાલકો પણ પીસાય છે. આવી સ્થિતિમાં હવે પોલીસ કર્મચારીઓ રીક્ષાચાલક ઉપર બાજનજર રાખશે.
શહેરના તમામ નાના મોટા જંકશન પર ટ્રાિકિ પોલીસ તૈનાત હોય છે. જે હવે રીક્ષાચાલક પર નજર રાખશે. બિનજરૂરી રીક્ષામાં પેેસેન્જર બેસી રહ્યા હોય તો ટ્રાફિક પોલીસ તેમની પૂછપરછ કરશે. અને જરૂર પડે તો તેમની જડતી પણ લઈ શકશે.
જાે જડતી દરમ્યાન પસેન્જર પાસેથી હથિયારમળી આવ્યુ તો તેના વિરૂધ્ધ સ્થાનિક પોલીસને બોલાવીને કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય સતત અવરજવર કરતી શટલ રીક્ષા ઉપર પણ ટ્રાફિક પલીસની બાજ નજર રહેશે. જાે એક જ પસેન્જર વારે વારેેે શટલ રીક્ષામાં બેઠા હોય તો તેના પર પણ વૉચ રાખવામાં આવશે.