અમદાવાદના રોડ અને ફૂટપાથ પર દબાણો વધતાં ટ્રાફિકની સમસ્યા વકરી
(એજન્સી)અમદાવાદ, શહેરના તમામ જાહેર માર્ગો અને ફૂટપાથ ઉપર લારીગલ્લા તથા પાથરણાવાળાનાં દબાણોની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જઈ રહી છે. અને તેના કારણે ટ્રાફીક જામના સહીતનાં પ્રશ્નો તરફ મ્યુનિ. દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. ત્યારે દબાણોની સમસ્યા ઉકેલવા માટે નવેસરથી પોલીસી બનાવવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. તેમ ટાઉન પ્લાનીગ કમીટી ચેરમેન પ્રિતેશ મહેતાએ કબૂલ્યું હતું.
ટાઉન પ્લાનીગ કમીટીની બેઠક બાદ ચેરમેન પ્રિતેશ મહેતાએ જણાવ્યું હતું કે શહેરમાં છેલ્લા કેટલાંય સમયથી રોડ અને ફૂટપાથ પર લારીગલ્લાનાં દબાણો વધી ગયા હોવાનું પ્રતીપાદીત થઈ રહયું છે. તેમણે કમીટી બેઠકમાં-લોગાર્ડન આસપાસના રોડ પર વધી ગયેલાં દબાણોથી ટ્રાફીકને અડચણ થાય છે.
તેને ધ્યાને લઈ દબાણો હટાવવા પશ્ચિમ ઝોન એસ્ટેટ અધિકારીને સુચના આઅપી હતી. તેમણે મીડીયા સાથેની વાતચીત સ્વીકાયું હતું કે, ફકત લો-ગાર્ડન જ નહી પરંતુ શહેરમાં ઠેરઠેર પાનનાં ગલ્લા, ચ્હાની કીટલીઓ ખાણીપીણીની લારીઓ, પાથરણાવાળા વગેરે પ્રકારનાં દબાણોની સંખ્યયા વધી ગઈ છે. જેને હટાવવા માટે હવે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.
અને દબાણો હટાવવા માટે નવેસરથી અસરકારક નીતિ ઘડવાની તાતી જરૂરીયાત ઉભી થઈ છે. તે બાબતે મેયર ડે.મેયર, સ્ટે.કમીટી ચેરમેન અને પક્ષનાં મોવડીમંડળ સાથે વાતચીત કરવામાં આવશે.
જોકે મ્યુનિ. સુત્રોએ સાત ઝોનમાં એસ્ટેડ-ટીડીઓ ખાતાનાં હપ્તારાજનો પર્દાફાશ કરતાં કહયું કે સાત ઝોનમાં દબાણ હટાવતાં એસ્ટેટ ખાતાનાં તમામ કર્મચારી અને અધિકારીને રોડ ઉપર લારીગલ્લા સહીતનાં દબાણ વડે એટલે મલાઈ વધારે મળે તેમાં જ રસ હોય છે
જે રોડ પર પહેલાં લારીગલ્લા જેવા દબાણ નહોતા ત્યાં પણ હવે તો લારીગલ્લા અને ખાણી પીણીનાં ધંધાર્થીઓ ધીમે ધીમે પગદંડો જમાવતા હોય છે. જે રોડ પર પહેલાં લારીગલ્લા જેવા દબાણ નહોતા ત્યાં પણ હવે તો લારીગલ્લા અને ખાણી પીણીનાં ધંધાર્થીઓ ધીમે ધીમે પગદંડો જમાવતાં થયાં છે.
સુત્રોએ કહયું કે, મ્યુનિ.કમીશ્નર એમ.થેન્નારસને પણ દબાણોની સમસ્યાને ગંભીરતાથી લઈ સાત ઝોનનાં એસ્ટેટ-ટીડીઓ ખાતાને મેઈન રોડ પરથી દબાણો હટાવવાની તાકીદ કરી હતી. પરંતુ તેને કયાંય અમલ થયો હોય તેમ જણાતું નથી તે જોતાં હવે કમીશ્નરે દબાણ ખાતાનાં જવાબદાર અધિકારી અને કર્મચારીઓ સામે સસ્પેન્શન સહીતનાં કડક પગલા લેવાનો સમય આવી ગયો છે.
જો આમ નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં અમદાવાદ શહેર ધુળીયા-પ્રદુષીત શહેરની સાથે લારીગલ્લાનાં દબાણોવાળું શહેર તેવું બિરૂદ મેળવશે તેવો કટાક્ષ પણ મ્યુનિ. સુત્રોએ કર્યો હતો.