Western Times News

Gujarati News

કેરળમાં ઓવરલોડેડ બોટ ડૂબતાં ૨૨ લોકોનાં મોત

મલપ્પુરમ, કેરળના મલપ્પુરમ જિલ્લાના તાનુર વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઓટ્ટુમ્પુરમ પાસે એક બોટ ડૂબી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના રવિવારની સાંજે બની હતી. ત્યારે આ બોટમાં સવાર બાળકો સહિત ૨૨ લોકોનાં અત્યાર સુધીમાં મોત થઈ ચૂક્યા છે. કેરળના મંત્રી વી અબ્દુર્રહિમને આ વાતની જાણકારી આપી હતી.The tragic loss of lives in the boat mishap at Malappuram

પોલીસે જણાવ્યું કે, દુર્ઘટના સ્થળેથી મળેલી પ્રાથમિક સૂચના મુજબ, બોટમાં લગભગ ૪૦ જેટલાં પર્યટકો સવાર હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે એવું પણ જણાવ્યું કે, કેટલીક એમ્બ્યુલન્સ, બચાવકર્મીઓ અને સ્વયંસેવકો દ્વારા હાલ બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેઓએ જણાવ્યું કે, જાે કે, આ દુર્ઘટના કયા કારણોસર બની એ હજુ સુધી જાણવા મળ્યુ નથી.

રવિવારની મોડી સાંજે આ દુર્ઘટના બની હતી. બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. બાદમાં બનાવની જાણ પોલીસ અને બચાવકર્મીઓને કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની સાથે પીએમ મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ મૃતકના પરિવારજનોને રુપિયા બે લાખની રાહત આપવાની જાહેરાત કરી છે. પીએમઓએ પીએમના હવાલાથી ટિ્‌વટ કર્યુ છે કે, કેરળના મલપ્પુરમમાં બોટ દુર્ઘટનામાં લોકોના મોતથી દુઃખ છે.

મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના. PMNRFથી બે લાખ રુપિયાની રાહત દરેક મૃતકના પરિવારજનોને આપવામાં આવશે. ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પીકે કુન્હાલીકુટ્ટીએ તાનુરના પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, એવું માનવામાં આવી રહ્યું છે કે, બોટમાં ક્ષમતા કરતા પણ વધારે લોકો સવાર હોવાથી બોટ ડૂબી હોઈ શકે છે.

આ બોટ સાંજે છ વાગે મુસાફરોને લઈને નીકળી હતી, એવું માનવામાં આવી રહ્યું છે કે, આ મામલે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જાે કે, પોલીસના જણાવ્યા મુજબ આ ઘટના સાંજે સાત વાગે બની હતી. બીજી તરફ, કોંગ્રેસના પૂર્વ ચીફ રાહુલ ગાંધીએ પણ ટિ્‌વટ કરીને મૃતકોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કર હતી.

તેઓએ કહ્યું કે, મલપ્પુરમમાં એક બોટ ડૂબવાના સમાચાર સાંભળીને દુઃખી છું. પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના છે અને હું ઘાયલો જલ્દીથી સાજા થઈ જાય એવી પ્રાર્થના કરું છું. હું કોંગ્રેસના કાર્યકર્તાઓને બચાવ અભિયાનમાં મદદ કરવા માટે અપીલ કરું છું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.