નવી જનરેશન માટેના પ્રેમ અને પ્રશ્નોની વાર્તા દર્શાવતી ફિલ્મ “વાર તહેવાર”નું ટ્રેલર લોન્ચ
- ફિલ્મ 2જી ઓગસ્ટના રોજ થશે રિલીઝ -પ્રેમની પરિભાષા સમજાવે છે ફિલ્મ “વાર તહેવાર”
પ્રેમ જેવો કોઈ વાર નથી કે નથી કોઈ તહેવાર – આ ટેગ લાઈન ઘણું બધું કહી જાય છે. જો જીવનમાં પ્રેમ હોય તો દરેક વાર પણ તહેવાર બની જાય. આવી જ એક વાતને કહેવા માટે આવી સરસ મજાની ફિલ્મ “વાર તહેવાર” 2જી ઓગસ્ટ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. તાજેતરમાં જ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે, જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે અને ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા પણ વધી છે. The trailer launch of the movie “Vaar Fethde” depicting the story of love and questions for the new generation
ફિલ્મના ટ્રેલર પરથી સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે આ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ ફિલ્મ છે. આ ફિલ્મ પ્રેમની પરિભાષા સમજાવે છે. માંગલ્ય મીડિયા & એન્ટરટેઇન્મેન્ટ એલએલપીના બેનર હેઠળ બનેલ અને મનીષ દેસાઈ તથા રીટા દેસાઈ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ આ ફિલ્મ પરિવારના ઈમોશન્સ અને કોમેડીનો સમન્વય ધરાવે છે જે જરૂરથી સફળ સાબિત થશે.
ચિન્મય પી પુરોહિત, આ ફિલ્મના લેખક અને ડિરેક્ટર છે. ફિલ્મના મુખ્ય પાત્રોમાં પરીક્ષિત તમાલીયા, મોનલ ગજ્જર અને ટીકુ તલસાણીયા સજેવા દિગ્ગજ કલાકારો છે. તે સાથે ફિલ્મમાં અરવિંદ વૈદ્ય જેવા ઊંચા દરજ્જા ના જાણીતા એક્ટર પણ ખાસ રોલમાં જોવા મળશે. તેમની સાથે જ આંચલ શાહ, અનુરાગ પ્રપન્ન, કલ્પેશ પટેલ, કલ્પના ગગદેકર, ભૂમિકા પટેલ જેવા કલાકારો ચાર ચાંદ ઉમેરશે. જાણીતી અભિનેત્રી મનીષા પુરોહિત અને અલીશા પ્રજાપતિ પણ મહેમાન કલાકાર તરીકે પણ જોવા મળવાના છે.
ફિલ્મમાં અભિનેત્રી મોનલ ગજ્જર એક મનોવિજ્ઞાનીક પ્રીતલ પાઠકની ભૂમિકામાં છે તો પરીક્ષિત તમાલીયા રોબોટિક એન્જીનીયર શુભ મેહતાના રોલમાં જોવા મળવાનો છે. એટલે કે ફિલ્મના હીરો અને હિરોઈન જેઓ આજની જનરેશનને રિપ્રેઝન્ટ કરી રહ્યા છે. ફિલ્મના મુખ્ય નાયક શુભ મેહતા (પરીક્ષિત)નું સપનું છે એક આર્ટિફિશિયલ હાર્ટ બનાવવાનું.
જેની સાથે એક રોબોટ પણ છે જે માનવ સંબંધોની વ્યાખ્યા પોતાની રીતે કહે છે. આ બંને કઈ રીતે મળે છે અને તેમના વચ્ચે પ્રેમ થશે કે નહિ અને જો થશે તો બંનેના દિલ જોડાશે કે તૂટશે ? તે તો આ ફિલ્મ થકી જ જાણવા મળશે. ફિલ્મનું મુખ્ય કેન્દ્ર ઈમોશન્સ અને બે પેઢી વચ્ચેની વિચારધારાનું અંતર એ આ ફિલ્મ થકી ઘણું શીખવાડશે.
ટીકુ તલસાણીયા ફિલ્મમાં મોનલના પિતા તરીકે પોતાના આ વિચારોને મજાથી આ ફિલ્મમાં મૂક્યા છે તેવું દેખાઈ રહ્યું છે. ટીકુ તલસાણીયા જેવા જાણીતા અભિનેતાના પરિપક્વ અભિનય, કૉમેડી ટાઈમિંગ તો જગ જાહેર છે. તેમ જ એક પિતાની સંવેદનાને, પિતાની ચિંતાને પણ તેમણે અદભુત રીતે ફિલ્મમાં બતાવી છે.
ફિલ્મની સ્ટારકાસ્ટ, પ્રોડક્શન વેલ્યૂ અને મ્યુઝિક સરાહનીય છે. ફિલ્મમાં આજની ટેક્નોલોજીથી પ્રેરિત રોબોટનું કેરેક્ટર ફિલ્મને સફળતાનાં શિખરે ચોક્કસપણે લઇ જશે.
આપણને તહેવારોમાં રંગવા અને પ્રેમની ભાષામાં તરબોળ કરવા “વાર તહેવાર” આવી રહી છે 2જી ઓગસ્ટ, 2024ના રોજ.