સલમાન ખાનની ‘સિકંદર’ સાથે અક્ષય કુમારની ‘હાઇસફુલ ૫’નું ટ્રેલર જોવા મળશે

મુંબઈ, સાજીદ નડિયાદવાલા ૨૦૨૫ના વર્ષમાં એક પછી એક ફિલ્મ સાથે બોક્સ ઓફિસ પર રાજ કરવા તૈયાર છે. આવનારા દસ મહિનામાં તેણે પ્રોડ્યુસ કરેલી ચાર ફિલ્મો રિલીઝ થઈ રહી છે.
૨૦૨૫ની ઈદના દિવસે એ.આર. મુર્ગાદોસે ડિરેક્ટ કરેલી સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘સિકંદર’ રિલીઝ થઈ રહી છે. તેના પછી નડિઆદવાલાની હાઉસફુલ ફ્રેન્ચાઇઝીની ફિલ્મ આવશે. જેમાં અક્ષય કુમાર સાથે રિતેશ દેશમુખ સહીતના ઘણા કલાકારો છે.
આ ફિલ્મ જુન મહિનામાં રિલીઝ થઈ રહી છે. ત્યાર પછી ટાઇગર શ્રોફની ‘બાગી ૪’ આવશે અને અંતે વિશાલ ભારદ્વાજની શાહિદ કપૂર લીડ રોલમાં છે એ ફિલ્મ આવશે. ત્યારે સાજિદ નડિયાદવાલા તેની ફિલ્મોની પહેલી ઝલક દર્શાવવા માટે પણ યોગ્ય પ્લાનિંગ કરે છે.
‘સિકંદર’ ફિલ્મ સાથે તે ‘હાઉસફુલ ૫’ની ઝલક બતાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર,“હાઉસફુલ બોલિવૂડની જાણીતી કોમેડી ફ્રેન્ચાઇઝી છે, જે એવી પહેલી ફ્રેન્ચાઇઝી છે, જેની પાંચમી ફિલ્મ આવી રહી છે. તેમાં રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન,સંજય દત્ત, ફરદીન ખાન, જોની લીવર, જેકલિન ફર્નાન્ડિઝ, નરગિઝ ફખરી, સોનમ બાજવા સહીતના કલાકારોનો કાફલો છે.
આ ફિલ્મ ખાસ સિકંદર વખતે દર્શાવાશે, જેથી મોટી સંખ્યામાં સલમાનની ફિલ્મ જોવા આવેલા લોકો હાઉસફુલની દુનિ.ના ગાંડપણની મજા લઈ શકે.
એક ક્›ઝ પર આકાર લેતી ફિલ્મની વાર્તા અનોખા પ્રકારની છે. જેમાં સિચ્યુએશનલ હ્યુમરની સાથે થ્રિલ અને કોમેડીની મજા મળશે. તો આ પ્રકારે ટ્રેલર લોંચ કરવાનું આ વિચારપૂર્વક લેવાયેલું પગલું છે. ”સૂત્રએ આગળ કહ્યું,“સાજીદનો વિચાર ઇદની ખાસ રિલીઝ સિકંદરમાં ટ્રેલર જોડીને સાજીદ બરાબર નિશાન પર તીર મારી રહ્યા છે.
ત્યારે થિએટરમાં ફિલ્મ જોવા જતાં લોકોને સીધો જ સંદેશ આપવાનો તેમનો વિચાર છે.”સિકંદરનું પ્રમોશન અને માર્કેટિંગ ફેબ્રુઆરીના અંતમાં શરૂ થશે અને માર્ચના અંતમાં ફિલ્મ રિલીઝ થશે.SS1MS