આવી ગયું ગોવિંદા નામ મેરાનું ટ્રેલર

મુંબઈ, બોલિવૂડ એક્ટર વિકી કૌશલ હવે અપકમિંગ ફિલ્મ ગોવિંદા નામ મેરામાં કોમેડી કરતો જાેવા મળશે. ગોવિંદા નામ મેરા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં વિકી કૌશલ સાથે કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર પણ જાેવા મળશે.
ગોવિંદા નામ મેરાના ટ્રેલરમાં કોમેડી અને સસ્પેન્સ જાેવા મળશે. શશાંક ખૈતાન ડિરેક્ટેડ ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ના પ્રોડ્યુસર કરણ જાેહર છે. જે તારીખ ૧૬ ડિસેમ્બર, ૨૦૨૨ના દિવસે ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની હોટસ્ટાર પર રિલીઝ થશે. બોલિવૂડના શાનદાર એક્ટર ઈરફાન ખાન હવે આ દુનિયામાં નથી. ત્યારે હવે ફિલ્મ કાલાથી ઈરફાન ખાનનો દીકરો બાબિલ ખાન ડેબ્યુ કરવા જઈ રહ્યો છે.
આ ફિલ્મમાં બાબિલ ખાન સાથે તૃપ્તિ ડિમરીની કેમેસ્ટ્રી જાેવા મળશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મ Qalaને અનુષ્કા શર્માની કંપની ક્લીન સ્લેટ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. બાબિલ ખાને સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર કરતા લખ્યું કે અનવિતાની બીજી દુનિયા તારીખ ૧ ડિસેમ્બરે આવી રહી છે. બોલિવૂડ એક્ટર રણદીપ હૂડાની ફિલ્મ કેટનું ટ્રેલર આવી ગયું છે.
જેમાં એક્ટર રણદીપ હૂડા પોલીસના મુખબિર એટલે કે કેટના રોલમાં જાેવા મળશે. કેટના ટ્રેલરમાં રણદીપ હૂડાની એક્ટિંગની પ્રશંસા થઈ રહી છે. ફરી એકવખત પંજાબમાં નશો અને અપરાધના વિષય પર ફિલ્મ બનાવાઈ છે.
કોરોના વાયરસની મહામારી દરમિયાન લાગુ લૉકડાઉનની કહાણી દર્શાવતી ફિલ્મ ઈન્ડિયા લૉકડાઉનનું ટ્રેલર આવી ગયું છે. રિયલ ઘટનાઓ આધારિત ફિલ્મ બનાવતા ફિલ્મમેકર મધુર ભંડારકર ડિરેક્ટેડ ફિલ્મ ‘ઈન્ડિયા લૉકડાઉન’માં એક્ટર શ્વેતા બાસુ પ્રસાદ, પ્રતીક બબ્બર સહિતના કલાકારો મુખ્ય રોલમાં જાેવા મળશે.
કોરોનાની મહામારી દરમિયાન લાગુ લૉકડાઉન વખતે લોકોને કેવી કેવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તેની વાર્તા ‘ઈન્ડિયા લૉકડાઉન’માં રજૂ કરાઈ છે. ‘ઈન્ડિયા લૉકડાઉન’ ફિલ્મ તારીખ ૨ ડિસેમ્બર, ૨૦૨૨ના દિવસે ઓટીટી પ્લેટફોર્મ ઝી૫ પર રિલીઝ થશે.
બોલિવૂડની અપકમિંગ ફિલ્મ સલામ વેંકીનું ટ્રેલર આવી ગયું છે. ‘સલામ વેંકી’ ફિલ્મના ડિરેક્ટર એક્ટ્રેસ રેવથી છે કે જેમણે અગાઉ નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ મિત્ર માય ફ્રેન્ડ બનાવી હતી.SS1MS