લૉકડાઉનની યાદ અપાવશે ઈન્ડિયા લૉકડાઉનનું ટ્રેલર
મુંબઈ, કોરોના વાયરસની મહામારી દરમિયાન લાગુ લૉકડાઉનની કહાણી દર્શાવતી ફિલ્મ ઈન્ડિયા લૉકડાઉનનું ટ્રેલર આવી ગયું છે. રિયલ ઘટનાઓ આધારિત ફિલ્મ બનાવતા ફિલ્મમેકર મધુર ભંડારકર ડિરેક્ટેડ ફિલ્મ ‘ઈન્ડિયા લૉકડાઉન’માં એક્ટર શ્વેતા બાસુ પ્રસાદ, પ્રતીક બબ્બર સહિતના કલાકારો મુખ્ય રોલમાં જાેવા મળશે.
કોરોનાની મહામારી દરમિયાન લાગુ લૉકડાઉન વખતે લોકોને કેવી કેવી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તેની વાર્તા ‘ઈન્ડિયા લૉકડાઉન’માં રજૂ કરાઈ છે. ‘ઈન્ડિયા લૉકડાઉન’ ફિલ્મ તારીખ ૨ ડિસેમ્બર, ૨૦૨૨ના દિવસે ઓટીટી પ્લેટફોર્મ ઝી૫ પર રિલીઝ થશે.
બોલિવૂડની અપકમિંગ ફિલ્મ સલામ વેંકીનું ટ્રેલર આવી ગયું છે. ‘સલામ વેંકી’ ફિલ્મના ડિરેક્ટર એક્ટ્રેસ રેવથી છે કે જેમણે અગાઉ નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ મિત્ર માય ફ્રેન્ડ બનાવી હતી. એક્ટ્રેસ કાજાેલ સ્ટારર ફિલ્મ સલામ વેંકીમાં એવી યુવતીની વાર્તા છે કે જે જીવનમાં ઘણાં પડકારનો સામનો કરે છે.
‘સલામ વેંકી’ ફિલ્મ તારીખ ૯ ડિસેમ્બર, ૨૦૨૨ના દિવસે થિયેટર્સમાં રિલીઝ થશે. ‘સલામ વેંકી’ ફિલ્મમાં એક્ટર કાજાેલ, વિશાલ જેઠવા, રાહુલ બોઝ, રાજીવ ખંડેલવાલ મુખ્ય રોલમાં જાેવા મળશે. સાંકડી ગલીઓ, ખુલ્લી ગટર અને ઝૂંપડપટ્ટી, મુંબઈમાં ધારાવી એક એવી જગ્યા છે કે જ્યાં ૧૦ લાખ કરતા પણ વધારે લોકો રહે છે. પણ, ધારાવીની ગલીઓ એટલી સીધી નથી કે જેટલી પહેલી નજરે દેખાય છે.
ત્યારે હવે જાણીતા ઓટીટી પ્લેટફોર્મ MX Player પર એક નવી વેબ સિરીઝ આવી રહી છે કે જેનું નામ છે ધારાવી બેંક. ધારાવી બેંકમાં દેશની આર્થિક રાજધાની મુંબઈની ભૂલભુલૈયા જેવી ગલીઓ ધારાવીની એક પાવર પેક કહાણી જાેવા મળશે. ‘ધારાવી બેંક’ નામની આ વેબ સિરીઝમાં એક્ટર સુનીલ શેટ્ટી અને વિવેક ઓબેરોય મુખ્ય રોલમાં છે.
૩૦ હજાર કરોડનું ધારાવીનું એવું સામ્રાજ્ય કે જેની સામે પોલીસ પણ લાચાર છે! તારીખ ૧૯ નવેમ્બરે ‘ધારાવી બેંક’ વેબ સિરીઝ ઓટીટી પ્લેયર એમએક્સ પ્લેયર પર રિલીઝ થશે. અહીં જુઓ ‘ધારાવી બેંક’નું ટ્રેલર.SS1MS