ઈમોશન્સથી ભરપૂર છે ફિલ્મ સલામ વેંકીનું ટ્રેલર

મુંબઈ, બોલિવૂડની અપકમિંગ ફિલ્મ સલામ વેંકીનું ટ્રેલર આવી ગયું છે. ‘સલામ વેંકી’ ફિલ્મના ડિરેક્ટર એક્ટ્રેસ રેવથી છે કે જેમણે અગાઉ નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ મિત્ર માય ફ્રેન્ડ બનાવી હતી. એક્ટ્રેસ કાજાેલ સ્ટારર ફિલ્મ ‘સલામ વેંકી’માં એવી યુવતીની વાર્તા છે કે જે જીવનમાં ઘણાં પડકારનો સામનો કરે છે.
‘સલામ વેંકી’ ફિલ્મ તારીખ ૯ ડિસેમ્બર, ૨૦૨૨ના દિવસે થિયેટર્સમાં રિલીઝ થશે. ‘સલામ વેંકી’ ફિલ્મમાં એક્ટર કાજાેલ, વિશાલ જેઠવા, રાહુલ બોઝ, રાજીવ ખંડેલવાલ મુખ્ય રોલમાં જાેવા મળશે. સાંકડી ગલીઓ, ખુલ્લી ગટર અને ઝૂંપડપટ્ટી, મુંબઈમાં ધારાવી એક એવી જગ્યા છે કે જ્યાં ૧૦ લાખ કરતા પણ વધારે લોકો રહે છે. પણ, ધારાવીની ગલીઓ એટલી સીધી નથી કે જેટલી પહેલી નજરે દેખાય છે.
ત્યારે હવે જાણીતા ઓટીટી પ્લેટફોર્મ MX Player પર એક નવી વેબ સિરીઝ આવી રહી છે કે જેનું નામ છે ધારાવી બેંક. ધારાવી બેંકમાં દેશની આર્થિક રાજધાની મુંબઈની ભૂલભુલૈયા જેવી ગલીઓ ધારાવીની એક પાવર પેક કહાણી જાેવા મળશે.
‘ધારાવી બેંક’ નામની આ વેબ સિરીઝમાં એક્ટર સુનીલ શેટ્ટી અને વિવેક ઓબેરોય મુખ્ય રોલમાં છે. ૩૦ હજાર કરોડનું ધારાવીનું એવું સામ્રાજ્ય કે જેની સામે પોલીસ પણ લાચાર છે! તારીખ ૧૯ નવેમ્બરે ‘ધારાવી બેંક’ વેબ સિરીઝ ઓટીટી પ્લેયર એમએક્સ પ્લેયર પર રિલીઝ થશે. અહીં જુઓ ‘ધારાવી બેંક’નું ટ્રેલર.
સચ પેડ કે બીજ કી તરફ હોતા હૈ, જિતના ભી ચાહે દફના લો, એક દિન વો બહાર આ હી જાતા હૈ’, આ ડાયલોગ છે ‘દ્રશ્યમ ૨’ના વિજય સલગાંવકર ઉર્ફે અજય દેવગણનો. દ્રશ્યમ ફિલ્મ જ્યાંથી ખતમ થઈ હતી ત્યાંથી જ દ્રશ્યમ ૨ની શરૂઆત થશે તેમ લાગી રહ્યું છે. અજય દેવગણ, શ્રિયા સરણ, તબ્બુ, ઈશિતા દત્તા સ્ટારર ફિલ્મનું ટ્રેલર સામે આવી ગયું છે.
દ્રશ્યમ રિલીઝ થયાના સાત વર્ષ બાદ સીક્વલ થિયેયરમાં આવવાની છે. ઘટનાના સાત વર્ષ બાદ પણ ‘મીરા દેશમુખ’નો (તબ્બુ) દીકરો ‘સેમ’ ગુમ થયો હોવાનો કેસ હજી ચાલું છે.
એકવાર ફરી વિજય અને તેનો પરિવાર પોલીસની જાળમાં ફસાતો જાેવા મળશે. પહેલા ભાગમાં જબરદસ્ત સસ્પેન્સ જાેવા મળ્યું હતું અને દર્શકો બીજા ભાગની રાહ જાેઈ રહ્યા હતા, જે નવેમ્બરમાં રિલીઝ થવાની છે. ટ્રેલર તમને શરૂઆતથી અંત સુધી જાેવા માટે મજબૂર કરશે.SS1MS