‘સિકંદર’ સાથે સંજય દત્તની ‘ધ ભૂતની’નું ટ્રેલર બતાવાશે

મુંબઈ, હોરર કોમેડીના ટ્રેન્ડમાં સંજય દત્તે પણ ઝુકાવ્યું છે. સંજુ બાબા મૌની રોયની હોરર કોમેડી ‘ધ ભૂતની’નું પોસ્ટ પ્રોડક્શન પૂરું થઈ ગયું હોવાથી પ્રમોશનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ફિલ્મના પ્રમોશનમાં સંજય દત્તનો ખાસ મિત્ર સલમાન ખાન પણ મદદ કરી રહ્યો છે.
થીયેટરમાં ‘સિકંદર’ની સાથે ‘ધ ભૂતની’નું ટ્રેલર પણ દર્શાવવામાં આવશે. તે પૂર્વે ૨૯ માર્ચે ટ્રેલર લોન્ચ માટે મુંબઈમાં એક ઈવેન્ટનું આયોજન કરાયું છે.
‘સિકંદર’માં સલમાન ખાનને જોવા જનારા ઓડિયન્સને સંજય દત્તની ઝલક પણ જોવા મળશે. ૩૦ માર્ચે સિકંદર રિલીઝ થઈ રહી છે ત્યારે સલમાન અને સંજય દત્ત બંને એકબીજા સાથે ભાઈબંધી નિભાવવાની સાથે એન્ટરટેઈનમેન્ટાં પણ વધારો કરશે.
‘ધ ભૂતની’ની દુનિયામાં ઝલક આપતો વીડિયો અગાઉ સોહમ રોકસ્ટાર એન્ટરટેઈનમેન્ટે રિલીઝ કર્યાે હતો. વીડિયોની શરૂઆત સંજય દત્તના વોઈસ ઓવરથી થાય છે અને બેકગ્રાઉન્ડમાં ભૂતિયા આકૃતિઓ અને વૃક્ષો દેખાય છે.ટીઝર વીડિયોમાં હોરર અને કોમેડીની સાથે રોમાન્સની પણ આંટીઘૂંટીઓ છે. ફિલ્મમાં સની સિંઘ અને પલક તિવારીને કપલ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
પલક તિવારીને કોઈ ભૂત-પ્રેત દ્વારા વશમાં કરી લેવાય છે. મૌની પાસે રહસ્યમય શક્તિઓ છે અને સંજય દત્તના કેરેક્ટરમાં આક્રમકતા જોવા મળે છે. ભૂતની ૧૮ એપ્રિલે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં લોકપ્રિય ડિજિટલ ક્રીએટર બેયોયુનિક અને આસિફખાન પણ જોવા મળશે.SS1MS