રિલીઝ થયું ફિલ્મ રામ સેતુનું ધમાકેદાર ટ્રેલર

મુંબઈ, અક્ષય કુમારની ફિલ્મ રામ સેત, જેની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ૧૧ ઓક્ટોબરના રોજ સવારથી રામ સેતુનું ટ્રેલર ટિ્વટર પર ટ્રેન્ડ કરી રહ્યું હતું અને હવે તે રિલીઝ થઈ ગયું છે. આ બે મિનિટ અને નવ સેકન્ડના લાંબા ટ્રેલરમાં અક્ષય કુમાર પોતાની ટીમ સાથે રામ સેતુની શોધ કરતો જાેવા મળ્યો.
આ દરમિયાન તેનો સામનો એક એવા રહસ્ય સાથે થાય છે, જેના વિશે કોઈ અન્ય જાણતું નથી. તે રહસ્યને બધાની સામે લાવવાનું અક્ષય નક્કી કરે છે. આ ટ્રેલરને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ર્રૂે્ેહ્વી પર પણ ચાહકો તેના વખાણ કરી રહ્યા છે અને ફિલ્મ ‘બ્લોકબસ્ટર’ સાબિત થશે તેવું તેમનું કહેવું છે. રામ સેતુના ટ્રેલર પરથી ફિલ્મની કહાણી વિશે હિંટ પણ મળી જાય છે.
કેટલાક લોકો રામ સેતુને બર્બાદ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. બીજી તરફ અક્ષય કુમાર પોતાની ટીમ સાથે મળીને તે સાબિત કરવાના મિશન પર નીકળી જાય છે કે રામ સેતુ હકીકતમાં છે. આ દરમિયાન તેનો સામનો તેવા રહસ્ય સાથે થાય છે, જે હોશ ઉડાવે તેવું છે.
ટ્રેલરના અંતમાં અક્ષયના હાથમાં એક મોટો પથ્થર જાેવા મળે છે અને તે પાણીમાં ચાલતો-ચાલતો બહાર આવે છે. જણાવી દઈએ કે, ફિલ્મનું ડિરેક્શન અભિષેક શર્માએ કર્યું છે. જેમાં અક્કી સિવાય જેક્લીન ફનાર્ન્ડિઝ, નાસ્સર, નુસરત ભરુચા અને પ્રવેશ રાણા પણ મહત્વના રોલમાં છે.
ફિલ્મ દિવાળીના પર્વ પર ૨૫ ઓક્ટોબરના રોજ થિયેટરમાં રિલીઝ થશે. રામ સેતુની ટક્કર બોકસ ઓફિસ પર અજય દેવગણ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહની ‘થેન્ક ગોડ’ સાથે થશે. અક્ષય કુમારની આ વર્ષે રિલીઝ થનારી આ પાંચમી ફિલ્મ છે.
અક્ષયની ૨૦૨૨માં રિલીઝ થયેલી ચારેય ફિલ્મ બોકસ ઓફિસ પર ફ્લોપ રહી હતી. જેમાં રક્ષાબંધન, સમ્રાટ પૃથ્વીરાજ તેમજ બચ્ચન પાંડેનો સમાવેશ થાય છે. ‘રામ સેતુ’ બોક્સ ઓફિસ પર કમાલ કરે છે કે નહીં તે જાેવું રહેશે. ‘રામ સેતુ’ સિવાય અક્ષય કુમાર પાસે રાજ મહેતાની ‘સેલ્ફી’ ફિલ્મ પણ છે, જેમાં તેની સાથે ઈમરાન હાશ્મી પણ છે. આ ફિલ્મ મલયાલમની કોમેડી-ડ્રામા ‘ડ્રાઈવિંગ લાયસન્સ’ની હિંદી રિમેક છે.SS1MS