આવી ગયું ફિલ્મ “વર પધરાવો સાવધાન”નું ટ્રેલર
મુંબઈ, એક્ટર તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘વર પધરાવો સાવધાન’નું ટ્રેલર આવી ગયું છે. લેખક અને ડિરેક્ટર વિપુલ શર્માની ગુજરાતી ફિલ્મ ‘વર પધરાવો સાવધાન’ના સિનેમેટોગ્રાફર શ્રી કુમાર નાયર છે જ્યારે એડિટર રૂપાંગ આચાર્ય છે. ‘વર પધરાવો સાવધાન’માં મ્યુઝિક રાહુલ પ્રજાપતિનું છે અને ગીતો મિલિંદ ગઢવીએ લખ્યા છે.
જ્યારે આર્ટ ડિરેક્ટર શૈલેષ પ્રજાપતિ છે. ‘વર પધરાવો સાવધાન’ ફિલ્મ તારીખ ૭ જુલાઈએ થિયેટરમાં રિલીઝ થશે. વર પધરાવો સાવધાનનું ટ્રેલર લૉન્ચ કરતા મેકર્સે યુટ્યુબ પર લખ્યું છે કે શું લગ્ન થાય એટલે ચાલશે, ફાવશે અને ગમશે એ ફક્ત છોકરીઓ માટે જ હોય? વર્ષો સુધી જ્યાં રહ્યા હોય તે ઘર અને લોકો એક જ દિવસમાં બદલાઈ જાય, ત્યારે લખાય છે પાંચમો વેદ.
શું તમે લાગણીઓના પાંચમાં વેદ માટે તૈયાર છો? જ્યાં થવાની છે કન્યાની જગ્યાએ વરની વિદાય. મળતી માહિતી મુજબ, ‘વર પધરાવો સાવધાન’ એ એવી પહેલી ગુજરાતી ફિલ્મ છે કે જે કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે.
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકર હવે ફરી એકવખત સાથે જાેવા મળશે. તેઓ અગાઉ ફિલ્મ ‘છેલ્લો દિવસ’ અને ‘શું થયું?’માં એકસાથે જાેવા મળ્યા હતા. હવે તેઓ અપકમિંગ ગુજરાતી ફિલ્મ ૩ એક્કામાં એકસાથે જાેવા મળશે. ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ને ડિરેક્ટ કરશે રાજેશ શર્મા જ્યારે પ્રોડ્યુસર આનંદ પંડિત અને વૈશલ શાહ છે. ફિલ્મ ‘૩ એક્કા’નું પહેલું પોસ્ટર રિલીઝ કરાયું છે.
રાજેશ શર્મા ડિરેક્ટેડ ફિલ્મ ‘૩ એક્કા’ જન્માષ્ટમી ૨૦૨૩માં રિલીઝ થશે. અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ના યુવા ડિરેક્ટર રાજેશ શર્મા ફરી એકવખત એક્ટર મલ્હાર ઠાકર સાથે કામ કરશે. વર્ષ ૨૦૧૬માં આવેલી હિટ ગુજરાતી ફિલ્મ ‘પાસપોર્ટ’માં એક્ટર મલ્હાર ઠાકર અને યુવા ડિરેક્ટર રાજેશ શર્માએ સાથે કામ કર્યું હતું. આ સિવાય વર્ષ ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘સાહેબ’માં યુવા ડિરેક્ટર રાજેશ શર્માનું મોટું યોગદાન રહેલું છે જેમાં એક્ટર મલ્હાર ઠાકર મુખ્ય રોલમાં હતો.SS1MS